Surat
સુરત (Surat) રત્નકલાકાર સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ મોતની છલાંગ લગાવીને જીવન ટૂંકાવતા શહેરમાં ચકચાર મચી છે. જો કે, અગાઉ પ્રમુખ પદેથી રાજીનામું આપવાની વાત કરી હતી. સુરત (Surat) ના કામરેજ-કઠોર પાસે તાપી નદીમાં ઝંપલાવ્યું હતુ. તથા નદીમાંથી મૃતદેહ બહાર કાઢી પંચનામાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
અત્યારે સુરત (Surat) રત્નકલાકાર સંઘના પ્રમુખે આત્મહત્યા કરી લેતા શહેરમાં ખળભળાટ મચી ગયો છે. તેમજ સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ અંતિમ પગલું ભરી લેતા પરિવાર સહિતના લોકો શોકમાં મુકાયા છે. તેમજ જયસુખ ગજેરાએ રાત્રે ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ સાથે વાત કરી હતી તેમેણે પ્રમુખ પદેથી રાજીનામું આપવાની વાત કરી હતી.
- Delhi: 90 વર્ષની વૃદ્ધા પર ૩૩ વર્ષના યુવકે ક્રૂર રીતે આચર્યું દુષ્કર્મ
- Monsoon forecast: પાંચ દિવસ પવન સાથે ભારે વરસાદની આગાહી
જયસુખ ગજેરાએ કામરેજ-કઠોર પાસે તાપી નદીમાં મોતની છલાંગ લગાવીને મોતને વહાલું કર્યુ હતુ. તેમનો રાત્રે ફોન બંધ આવતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. તેમજ તેમનું બાઇક અને ચપ્પલ કઠોર બ્રીજ પરથી મળ્યા હતા. નદીમાંથી મૃતદેહ બહાર કાઢી પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે આત્મહત્યા કે હત્યા તે મામલે રહસ્ય ઘેરાઈ રહ્યું છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.