Model Paula

Model Paula

ફિલ્મમેકર સાજિદ ખાન પર વર્ષ 2018માં #Metoo મૂવમેન્ટ દરમિયાન ઘણી યુવતીઓએ શારીરિક શોષણનો આક્ષેપ લગાવ્યો હતો. ત્યારથી સાજિદ ખાનને તેનાં બધા પ્રોજેક્ટ્સથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તો હવે તેનાં પર મોડેલ પૌલા (Model Paula) એ હરેસમેન્ટનો આરોપ લગાવ્યો છે. આ અંગે મોડલ પાઉલાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી.

મોડેલ પૌલા (Model Paula) એ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, જ્યારે #METOO મૂવમેન્ટ શરૂ થઇ ત્યારે ઘણાં લોકોએ સાજિદ ખાન અંગે ઘણું બધુ કહ્યું હતું. પરંતુ ત્યારે મારામાં તેનાં વિરુદ્ધ બોલવાની હિંમત ન હતી. કારણ કે બીજા એક્ટરની જેમ મારી પાસે કોઇ ગોડ-ફાધર ન હતું. તેમજ મારા પરિવાર માટે મારે કમાવાનું હતું. અને તે જ મારી ચુપ્પીનું કારણ હતી. જો કે, હવે મારા પેરેન્ટ્સ મારી સાથે નથી. તેમજ હું ફક્ત મારા માટે જ કમાઉ છું. તો હું આ જણાવવાની હિંમત રાખુ છુ કે, 17 વર્ષની ઊંમરે સાજિદ ખાને મને હેરેસ કરી હતી.

મોડેલ પૌલાએ વધુમાં જણાવ્યું કે, સાજીદ ખાને મને ગંદી વાતો કહી, મને અડવાનો પ્રયાસ કર્યો.. એટલું જ નહિ પણ તેની હાઉસફૂલ ફિલ્મમાં રોલ આપવાં માટે સાજિદે મને તેની સામે કપડાં ઉતારવાં સુધી કહી દીધુ હતું.

આગળ Model Paula એ જણાવ્યું કે, ભગવાન જાણે તેણે કેટલીયે છોકરીઓ સાથે આવું કર્યું હશે. હવે હું આ બધુ જ સામે લાવી છું કારણ કે મને અહેસાસ થયો કે, તેનાંથી હું કેટલી ખરાબ રીતે પ્રભાવિત થઇ હતી. જ્યારે હું બાળકી હતી ત્યારે મે ન બોલવાનું પસંદ કર્યું હતું.

તેમજ મોડેલ પૌલાએ વધુ ઉમેર્યું કે, આવાં લોકોને તો જેલનાં સળીયા પાછળ નાખી દેવા જોઇએ. ન ફક્ત કાસ્ટિંગ કાઉચ માટે પણ બહેલાવવા- ફુસલાવવાં અને સપના તોડવા માટે.

ઉપરાંત આ અગાઉ પણ સાજિદ ખાન પર સૌથી પહેલાં એક મહિલા પત્રકારે સનસનીખેજ આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ એક્ટ્રસ સલોની ચોપરા, રશેલ વ્હાઇટ, સિમરન સૂરીએ પણ સાજીદ ખાન પર સેક્સુઅલ હેરેસ કરવાનો આરોપ લગાવ્યો છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024