Security Jawan and Supervisor
વિવિધ તાલુકા મથકોએ સિક્યોરીટી જવાન તથા સુપરવાઈઝર (Security Jawan and Supervisor) ના પદ માટે ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. પાસ થનાર ઉમેદવારોને તાલીમ બાદ રૂ.૧૨ થી ૧૮ હજાર પગાર ઉપરાંત દર વર્ષે પગારવધારો, પ્રમાોશન, પી.એફ., બોનસ તથા ઈ.એસ.આઈ. દ્વારા મેડીકલ સુવિધા પણ આપવામાં આવશે
ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા પરિષદ, નવી દિલ્હી અને સિક્યોરિટી ઈન્ટેલીજન્સ સર્વિસ ઈન્ડિયા લી.ના સહયોગથી પાટણ જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ સિક્યોરીટી જવાન તથા સુપરવાઈઝર (Security Jawan and Supervisor) ના પદ માટે ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.૨૧ સપ્ટેમ્બરથી શરૂ થયેલા રજીસ્ટ્રેશન કેમ્પમાં ૨૧ થી ૩૬ વર્ષની ઉંમર અને ધોરણ ૧૦ પાસની લાયકાત ધરાવતા ઉમેદવારો ઉપસ્થિત રહી શકશે. આ માટે શારીરીક તંદુરસ્તી, ૧૬૮ સે.મી. ઉંચાઈ અને ૫૫ કિલોથી વધુ વજન હોવું જરૂરી છે. આ ભરતીમેળામાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અને ઓળખના પુરાવા સહિતના ડૉક્યુમેન્ટ્સની ઝેરોક્ષ, બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ તથા બોલપેન લઈને ભરતીમેળામાં હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં પાસ થનાર ઉમેદવારોને ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે આવેલા રીજનલ ટ્રેનિંગ સેન્ટર ખાતે તાલીમ આપી સિક્યોરીટી ઈન્ટેલિજન્સ સર્વિસ ઈન્ડિયા લી.માં કાયમી નિયુક્તી આપવમાં આવશે. જેમને ભારત સરકાર અને રાજ્ય સરકાર હસ્તકના બંદરો, પુરાતત્વ સાઈટ્સ, એરપોર્ટ, બેંક ઉપરાંત મલ્ટી નેશનલ કંપની, ડેરીઓ સહિતના સ્થળોએ ફરજ બજાવવાની રહેશે.
સિક્યુરીટી જવાનને રૂ.૧૨ થી ૧૫ હજાર પગાર તથા સિક્યુરીટી સુપરવાઈઝરને રૂ.૧૫ હજારથી ૧૮ હજાર જેટલો પગાર ચૂકવવામાં આવશે. સાથે સાથે દર વર્ષે પગારવધારો, પ્રમાોશન, પી.એફ., બોનસ તથા ઈ.એસ.આઈ. દ્વારા મેડીકલ સુવિધા આપવામાં આવશે.
રજીસ્ટ્રેશન કેમ્પનું સ્થળ અને સમય
ક્રમ | શાળાનું નામ | તારીખ | સમય |
૧ | આદર્શ વિદ્યાલય, રાધનપુર | ૨૨.૦૯.૨૦૨૦ | સવારે ૧૦.૦૦ થી બપોરે ૦૪.૦૦ |
૨ | એલ.એસ.હાઈસ્કુલ, સિદ્ધપુર | ૨૩.૦૯.૨૦૨૦ | સવારે ૧૦.૦૦ થી બપોરે ૦૪.૦૦ |
૩ | સમી માધ્યમીક શાળા, સમી | ૨૪.૦૯.૨૦૨૦ | સવારે ૧૦.૦૦ થી બપોરે ૦૪.૦૦ |
૪ | બી.ડી.સાર્વજનિક વિદ્યાલય, પાટણ | ૨૫.૦૯.૨૦૨૦ | સવારે ૧૦.૦૦ થી બપોરે ૦૪.૦૦ |
૫ | પી.પી.પટેલ હાઈસ્કુલ, ચાણસ્મા | ૨૬.૦૯.૨૦૨૦ | સવારે ૧૦.૦૦ થી બપોરે ૦૪.૦૦ |
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.