Abhishek Makwana
ટેલિવિઝનનો લોકપ્રિય શો ઉલ્ટા ચશ્માના રાઇટર અભિષેક મકવાણા (Abhishek Makwana)એ આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી મુજબ અભિષેકે 27 નવેમ્બરે મુંબઇના પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી છે. પોલિસે જણાવ્યું હતું કે, અભિષેકે સુસાઇડ નોટમાં આર્થિક તંગીનો ઉલ્લેખ કર્યો હતો.
એક રિપોર્ટના અનુસાર, અભિષેક મકવાણાના પરિવારનો આરોપ છે કે અભિષેક મકવાણા સાઇબર અપરાધનો ભોગ બન્યો હતો. સતત તેને બ્લેકમેલ કરવામાં આવ્યો હતો. તેને ફોન પર સતત ધમકીઓ મળતી હતી.
અભિષેકના ભાઇએ કહ્યું હતું કે, તે આર્થિક તંગીમાં હતો તેની જાણકારી અમને તેના નિધન પછી જ મળી છે. તેના ભાઇ જેનિસે એમ પણ કહ્યું હતુ કે, તેણે ઘણા ઇ-મેલ વાંચતા અભિષેક ફાઇનાશિયલ જાળમાં ફસાયો હોવાનો અંદાજ આવ્યો હતો.
આ પણ જુઓ : ગુજરાતમાં કોરોના વેક્સિનેશન માટે ટાસ્કફોર્સની રચના કરવામાં આવી
એટલું જ નહિ તેણે એમ પણ કહ્યું હતું કે, મને પણ અલગ-અલગ નંબરથી ફોન આવતા હતા અને ભાઇએ લીધેલા પૈસા ચુકવવાનું મારા પર દબાણ કરતા હતા. મુંબઇના કાંદિવલીના ચારકોપ પોલીસ સ્ટેશનમાં મામલો નોંધાવામાં આવ્યો છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.
