Santalpur
સાંતલપુર (Santalpur) પોલીસે પંથકમાંથી દેશી બનાવટની બંદૂક સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા છે . પ્રાથમિક તપાસમાં ઇસમો શિકાર કરવાના ઇરાદે સીમમાં ભેગા થયા હતા. જે બાતમી મળતાં પોલીસે તાત્કાલિક તપાસ કરતાં 4 ઇસમો પૈકી 1 ઇસમો પોલીસને જોઇ ભાગી છુટ્યાં હતા. જોકે અન્ય 1 યુવકોને ઝડપીને પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં ઇસમો દેશી બનાવટની બંદૂક લઇ શિકાર કરવા નિકળ્યાં હોવાનું સામે આવ્યુ છે. જેને લઇ પોલીસે ચારેય ઇસમોના નામજોગ ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે.
પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના રાજુસરાની સીમમાંથી દેશી બનાવટની બંદૂક સાથે 2 ઇસમો ઝડપાયા છે . ગઇકાલે રાત્રે 11 વાગ્યા આસપાસ પોલીસે બાતમી આધારે તપાસ કરતાં રાજુસરા ગામની સીમમાં 4 ઇસમો ભેગા થયા હતા . જ્યાં પોલીસને જોઇ 2 યુવકો ભાગી છુટ્યા હતા . આ દરમ્યાન સ્થળ પરથી હાજર મળી આવેલ 2 ઇસમોને પુછતાં તેઓ તમામ માણસો શિકાર કરવા સારૂ ભેગા થયા હોવાનું કબૂલ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતુ કે , સાંતલપુર પોલીસે ચોક્કસ બાતમી આધારે કાર્યવાહી કરી હતી અને 2 ઇસમોને દેશી બનાવટની બંદૂક સાથે દબોચ્યાં છે . જોકે કાર્યવાહી દરમ્યાન પોલીસે સ્થળ પરથી દેશી બનાવટની બંદૂક નંગ -1 , કિ.રૂ .1,000 , મોટર સાયકલ નંગ -1 , કિ.રૂ .25,000 , મોબાઇલ નંગ -૨ કિ.રૂ .5,500 , મળી કુલ કિ.રૂ .11,500 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
આ પણ જુઓ : ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના પ્રવાસ માટે આસામ પહોંચ્યા
. આ સાથે ચારેય ઇસમો સામે હથિયારધારોની કલમ 25 ( 1-5 ) ( a ) , જીપીએની કલમ 135 અને મોટર વાહન અધિનિયમની કલમ 3 , 181 , 146 , 196 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જેમાં આરોપીઓના નામ છે 1. અલ્લાઉદીન અલીમહમંદો રાઉમા , ઉ.વ .૩૩ , ગામ અંતરનેસ , તા.સાંતલપુર , જી.પાટણ 2. યાસીન રમજાનભાઇ રાઉમા , ઉ.વ .20 , ગામ – મેમદાવાદ , તા.રાધનપુર , જી.પાટણ 3. અલ્તાફ શેરમહમંદ રાઉમા , ગામ – અંતરનેસ , તા.સાંતલપુર , જી.પાટણ ( ફરાર આરોપી ) 4. ફીરોજ સુલેમાન રાઉમા , ગામ – અંતરનેસ , તા . સાંતલપુર , જી.પાટણ ( ફરાર આરોપી)
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.