સામગ્રી:-
- ૧/૨ કપ સામો
- ૧/૨ કપ રાજગીરાનો લોટ
- ૧/૨ કપ ખાટ્ટી છાસ
- ૧ ટેબલસ્પૂન આદૂ-મરચાંની પેસ્ટ
- સિંધવ મીઠું , સ્વાદાનુસાર
- તેલ. રાંધવા માટે
રીત:-
- સામાને સાફ કરી, ધોઇ લીધા પછી જરૂરી પાણી સાથે એક ઊંડા બાઉલમાં ૨ કલાક સુધી પલાળી રાખો.
- તે પછી તેને નીતારીને ૨ ટેબલસ્પૂન પાણી સાથે મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.
- આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી તેમાં રાજગીરાનો લોટ, છાસ, આદૂ-લીલા મરચાંની પેસ્ટ અને સિંધવ મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી, બાઉલને ઢાંકી આથો આવવા માટે ૮ કલાક અથવા રાત્રભર બાજુ પર રાખો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર એક મોટા ચમચા વડે ખીરૂ રેડીને ગોળાકારમાં ફેરવી ઢોસા તૈયાર કરો.
- ઢોસાને રાંધતી વખતે તેની કીનારી પર થોડું તેલ રેડી, ધીમા તાપ પર ઢોસાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લીધા પછી તેને વાળીને અર્ધ-ગોળાકાર બનાવી લો.
- રીત ક્રમાંક ૪ અને ૫ પ્રમાણે બીજા ૭ ઢોસા તૈયાર કરો.
- મગફળી-દહીંની ચટણી સાથે ગરમ-ગરમ પીરસો.
PTN NEWS હવે દેશ વિદેશ ના દરેક સમાચાર નિહાળો ગમે ત્યા ગમે તે સમયે.
Youtube Subscribe Now
Click Here – PTN NEWS
Facebook Like Page
Click Here – PTN NEWS
Website Visit Our Website
Click Here – PTN NEWS