- પાસના કન્વીનર ગીતા પટેલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમદાવાદ(પૂર્વ) લોકસભા બેઠકપરથી ચૂંટણી લડી રહ્યા છે.
- આ બેઠક પર કોંગ્રેસે પહેલીવાર કોઈ મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે.
- હસમુખ પટેલ એક પણ પોલીસ કેસ નહીં અને 6 ગંભીર ગુનાના આરોપી ગીતા પટેલ વચ્ચે મુખ્ય જંગ છે.
ગુજરાતમાં કોંગ્રેસના એક માત્ર મહિલા ઉમેદવાર એવા ગીતા પટેલ ગુનાહીત ઈતિહાસ ધરાવે છે. તેમની સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ચાર, એક નિકોલ અને એક રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. આ ગુનાઓ રાયોટિંગ, ઉશ્કેરણીજનક ઉચ્ચારણ અને પોલીસને અપશબ્દો બોલવા અંગેની કલમ હેઠળ નોંધાયેલા છે.
- ઉલ્લેખનીય છે કે, ગીતા પટેલ સામે આ તમામ ગુનાઓ પાટીદાર અનામત આંદોલન દરમ્યાન નોંધાયેલા છે.
- મૂળ વસ્ત્રાલ ગામના રહેવાસી ગીતા પટેલ માત્ર 10 ધોરણ પાસ છે.
- ઉમેદવારી ફોર્મ ભરતી સમયે રજૂ કરેલા સોગંદનામાં મુજબ, ગીતા પટેલ પાસે 7.50 લાખનું સોનુ(250 ગ્રામ) અને 20 હજારનું ચાંદી(500 ગ્રામ) છે.
- તેમની જંગમ મિલકત 13 લાખ 45 હજાર 184 જ્યારે સ્થાવર મિલકત 97 લાખ મળીને કુલ સંપત્તિ 1 કરોડ 10 લાખ 45 હજાર 184 છે.
- કોંગ્રેસે પાટીદારોના સરકાર પ્રત્યેના રોષને ધ્યાનમાં લઈ અમદાવાદ(પૂર્વ)લોકસભાના ઉમેદવાર તરીકે કોઈ પાટીદારને મુકવાનું મન બનાવ્યું હતું.
- શહેરમાં નિકોલ, બાપુનગર અને ઠક્કરબાપાનગર વિસ્તારમાં પાટીદાર આંદોલનની સૌથી વધુ અસર જોવા મળી હતી.
- આ બેઠક પર પાટીદારોના મતો પણ વધુ છે. અમદાવાદ(પૂર્વ)ની બેઠક પર મોટાભાગે બ્રાહ્મણ ઉમેદવાર જ સાંસદ બનતા આવ્યા છે.
- કોંગ્રેસે પાટીદાર ફેક્ટરને ધ્યાનમાં રાખી કોંગ્રેસે હાર્દિકના ઈશારે પાટીદાર અનામત આંદોલનમાંથી આવતા ગીતા પટેલને ટિકિટ આપી છે.