પેપ્લમ

ફેશન ક્યારેય પણ જતી નથી, એ ફક્ત રંગરૂપ બદલીને અમુક વર્ષોમાં પાછી જ આવતી હોય છે. નવી બોટલમાં જુનો દારુ ભરીને વેચે તેમ ડીઝાઈનર પણ જૂની ડીઝાઇનને નવી રીતે પ્રસ્તૂત કરે છે. આવી જ એક નવી ડિઝાઇન વિશે આજે આપણે વાત કરીએ પેપલમ બ્લાઉઝ.

પેપલમ બ્લાઉઝની ડિઝાઇન જૂની ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા હતા, પણ આ ડિઝાઇન હવે ફરીથી બજારમાં ધૂમ મચાવી રહી છે. તો ચાલો પેપલમ બ્લાઉઝ વિથ લહંગા વિશે થોડું જાણી લઇએ.

પેપલમ બ્લાઉઝને તમે લગ્ન પ્રસંગ નિમિત્તે પહેરવાની ઇચ્છા રાખતા હોવ તો બને ત્યાં સુધી સિલ્ક, ટસર, શિફોન, વગેરે મટીરીયલ પસંદ કરવા જોઈએ. કારણ કે આ કાપડની શાઇનિંગ સુંદર હોવાના કારણે ફંક્શનના લુક માટે તે સારો વિકલ્પ ગણાય છે. આ પ્રકારના બ્લાઉઝ સાથે તમે કોઇપણ હેવી સાડી પહેરી શકો છો, સાડી પહેરવાનું વિચારતી સ્ત્રીઓ આ બ્લાઉઝ સાથે શિફોન અને જોર્જટ સાડીની પસંદગી કરી શકે છે. તો પેપલમ બ્લાઉઝ સાથે લહંગા પહેરવાનું વિચારતી સ્ત્રીઓ લહંગા માટે પણ સિલ્ક કે ટફેટા સિલ્કની પસંદગી કરી શકે છે.

પેપલમ બ્લાઉઝમાં તમે તેના કાપડ અનુસાર વર્ક કરાવી શકો છો. આજકાલ થ્રેડ વર્ક, મીરર વર્ક, એમ્બ્રોઇડરી વર્ક, પીઠા વર્ક વગેરે વર્કની ફેશન ચાલી રહી છે. તેથી તમે એ પ્રકારના વર્કની પસંદગી કરી શકો છો. આ તમામ વર્ક સુંદર લાગશે. બાકી ફંક્શન અનુસાર હેવી અથવા લાઇટ વર્ક કરાવી શકાય છે.

પેપલમ સ્ટાઇલએ ખરેખર તો વેસ્ટર્ન સ્ટાઇલ છે, સૌ પ્રથમ બજારમાં પેપલમ ટોપ્સનો ટ્રેન્ડ શરૂ થયો હતો, જેમાં પેપલમ સ્ટાઇલના ટોપ્સ જિન્સ ઉપર મેચ કરીને સ્ત્રીઓ પહેરતી હતી, અલબત્ત હજી આ સ્ટાઇલ પહેરાય જ છે. જ્યારે હવે પેપલમ સ્ટાઇલ એથનીક વેરમાં પણ આવી ગઇ છે. શરૂઆતી સમયમાં જિન્સ, સ્કર્ટ ઉપર પહેરવામાં આવતા પેપલમ ટોપ્સ હવે પેપલમ બ્લાઉઝના ફોર્મમાં આવે છે અને તેને સાડી સાથે અથવા લહંગા સાથે પહેરવામાં આવે છે.

આ એથનીક ડિઝાઇન આજકાલ એટલી ફેમસ થઇ રહી છે કે સ્ત્રીઓ હવે લગ્ન પ્રસંગમાં તો પેપલમ બ્લાઉઝ અને લહંગા કે સાડી પહેરે જ છે, પણ સાથે સાથે હવે બ્રાઇડ પણ પોતાના લગ્નના મહેંદી કે રિસેપ્શનના ફંક્શનમાં પેપલમ બ્લાઉઝ સાથે મેચીંગ સાડી અથવા લહંગા પહેરવાનું પસંદ કરતી હોય છે. લગ્નમાં ચાર-પાંચ દિવસના ફંક્શનમાં કંઇક અલગ પહેરવાનો આગ્રહ રાખતી છોકરીઓ માટે આ બેસ્ટ ઓપ્શન બની રહે છે. ટ્રેડિશનલ ગુજરાતી વર્ક સાથે પહેરેલ પેપલમ બ્લાઉઝ એક આકર્ષક લૂક આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024