PUBGની લત્તના કારણે આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં એક તબક્કે આ ગેમ પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. આસામના ગુવહાટીમાં માતાએ પુત્રને PUBG રમવા બાબતે ઠપકો આપતા પુત્રએ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. પુત્ર કથિત રીતે પબજી પાછળ વધારે સમય વેડફતો હોવાના કારણે માતાએ ઠપકો આપતા માતાએ ઠપકો આપ્યો હતો.
મળતી માહિતી અનુશાર ગુવહાટીની એક ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતો 10માં ધોરણનો વિદ્યાર્થી સતત ગેમ રમ્યા કરતો હતો. દરમિયાન તેમણે ગઈકાલે શાળાની યુનિટ ટેસ્ટમાં ગુલ્લી મારી હતી. માતાને આ બાબતને જાણ થતાં તેણે પુત્રની આ વર્તણૂક સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેને ઠપકો આપ્યો હતો.
પુત્રને માતાનો ઠપકો લાગી આવ્યો હતો. માતા એક કામ અર્થે ઘરની બહાર ગઈ હતી. કામથી પરત ફરેલી માતા ઘરે પહોંચી ત્યારે તેના પુત્રેએ ગળેફાંસો ખાઈ લીધો હતો. પુત્રે આ સ્થિતીમાં જોઈને માતા હતપ્રભ બની ગઈ હતી. પોલીસે આ ઘટનમાં અપમૃત્યુનો ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરી છે.
આ અગાઉ પણ મધ્યપ્રદેશમાં સતત છ કલાક સુધી PUBG ગેમ રમ્યા પછી તેનું મોત નિપજ્યું હતું. સુત્રોનાં જણાવ્યા અનુસાર, તેને હ્રદયરોગનો હુમલો આવ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું. મૃત્યુ પામનારનું નામ ફુર્કખાન કુરેશી હતું અને તે મધ્યપ્રદેશનાં નીમુચ ટાઉનનો રહેવાસી હતો.
મૃતક તે બારમા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને બપોરે જમ્યા પછી તે સતત છ કલાક સુધી આ ગેમ રમતો રહ્યો અને પછી અચાનક બેભાન થઇ ગયો. તે ખુબ ગુસ્સે ભરાઇ ગયો હતો અને આસપાસનાં લોકો પર ચીડાતો હતો. તેના પિતાએ આ વાત કહી હતી. આ ઘટના 28 મેનાં રોજ બની હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.