જમ્મુ-કાશ્મીરના શોપિયામાં શનિવારે સવારે થયેલી અથડામણમાં સેનાએ 2 આતંકીઓને ઠાર માર્યા. ઠાર મરાયેલા આતંકીઓની અત્યાર સુધી ઓળખ થઈ નથી.
પ્રાપ્ત જાણકારી અનુસાર, દક્ષિણ કાશ્મીરના શોપિયાના બોના બજાર વિસ્તારમાં 2થી 3 આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર મળ્યા હતા. જે બાદ સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો.
આતંકીઓ એક ઘરમાં સંતાયા હતા, જેમણે સેનાને આવતા જોઈને ફાયરિંગ શરૂ કરી દીધું. સેનાએ પણ મોર્ચો સંભાળતા સામે ફાયરિંગ શરૂ કરી દીધી. સેનાની જવાબી કાર્યવાહીમાં બે આતંકીઓ ઠાર મરાયા છે.
હાલ સેનાએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.