ભારે રસાકસી બાદ અંતે રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પાસ થઇ ગયું છે. આ બિલ પસાર કરવા માટે સદનમાં 4 કલાક ચર્ચા ચાલી હતી. છેવટે વોટિંગ બાદ આ બિલ પાસ કરાવવામાં સરકાર સફળ રહી હતી. આ બિલના પક્ષમાં 99 જ્યારે 84 મત તેની વિરુદ્ધ પડ્યા હતા. વિપક્ષે આ બિલને સિલેક્ટ કમિટીમાં મોકલવાની માગ કરી હતી પરંતુ તે રજૂઆત 100 વિરુદ્ધ 84 મતે નામંજૂર થઇ હતી.
રવિશંકર પ્રસાદે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પણ કાર્યવાહી નહોતી થઈ શકતી અને નાની-નાની વાતો પર ત્રણ તલાક આપવામાં આવી રહ્યા હતા. અમે આ કારણે ફરીથી કાયદો લઈને આવ્યા છીએ. તેઓએ કહ્યું કે લોકોની ફરિયાદ બાદ બિલમાં કેટલાક ફેરફાર પણ કરવામાં આવ્યા છે. હવે તેમાં જામીન અને સમજૂતીની જોગવાઈ પણ રાખવામાં આવી છે. આ સવાલને વોટ બેંકના ત્રાજવે ન જોખવામાં આવે, આ સવાલ ન્યાય, નારી ગરિમા અને નારી ઉત્થાનનો છે.
ભાજપે આ બિલ માટે વ્હિપ જાહેર કર્યો હતો અને પોતાના તમામ સાંસદોને ગૃહમાં હાજર રહેવા અને બિલનું સમર્થન કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ પહેલા લોકસભામાં આ બિલ પાસ થઈ ગયું છે. લોકસભાના ચોમાસુ સત્રમાં ગુરુવારે ટ્રિપલ તલાક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. બિલ પર દિવસભર ચર્ચા ચાલી અને સાંજે આ બિલ લોકસભામાં પાસ થઈ ગયું હતું. આ બિલના પક્ષમાં 303 અને વિપક્ષમાં 82 વોટ પડ્યા હતા. કોંગ્રેસ, ડીએમકે, એનસીપી, ટીડીપી અને જેડીયૂએ આ બિલનો વિરોધ કર્યો હતો.
પત્ની છોડનાર લોકો પર ક્યારે એક્શન લેવાશે
- સપા સાંસદ જાવેદ અલી ખાને બિલનો વિરોધ કરતાં કહ્યું છે કે, દેશના ખ્યાતનામ લોકોએ પણ તેમની પત્નીઓને છોડી દીધી છે. તેમની પત્ની પણ વળતર મેળવવાને હકદાર છે કારણકે તે પત્નીનો દરજ્જો આજે પણ ધરાવે છે. શું આવા પતિઓને પત્નીનું વળતર અપાવવા માટે સરકાર કોઈ કાયદો લાવવાનું વિચારી રહી છે. બીડેપી તરફથી આ બિલ વિશે પહેલાં જે ચોગ્ગા-છક્કા લગાવી રહ્યા હતા તેઓ અંતે મી ટૂ આંદોલનમાં મેન ઓફ ધી મેચ નીકળ્યા હતા. મહિલાઓ સાથે અન્યાય માટે એક ગ્રૂપ બનાવવામાં આવ્યું હતું. આ ગ્રૂપે સરકારને 3 મહિનામાં રિપોર્ટ આપવાનો હતો. આજે તેનું શું થયું તેનો સરકાર પાસે પણ કોઈ જવાબ નથી.
- જાવેદ અલીએ કહ્યું તલાકથી કઈ અવ્યવસ્થા સર્જાઈ જવાની છે? પલવ મેરેજ અને આંતર જાતીય લગ્નથી પણ સામાજિક અવ્યવસ્થા સર્જાય છે. તો શું તેના કારણે લવમેરેજને પણ ગુનાની શ્રેણીમાં મુકશો?
- લગ્ન ઈસ્લામમાં સિવિલ કોન્ટ્રાક્ટ છે અને તેની વિશેષતા એ છે કે, તમે સહેમત ન હોવ તો તમે તેમાંથી બહાર પણ જઈ શકો છો. આ સંજોગોમાં તમે તેને ગુનાહિત પ્રવૃતિ કે કાયદાના દાયરામાં ન લાવી શકો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.