જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રામાં આતંકી હુમલો થવાનું જોખમ જોવા મળી રહ્યું છે. આતંકી હુમલાની શંકાએ સરકારે હાલ અમરનાથ યાત્રા રોકી દીધી છે અને યાત્રીઓને પરત જવાની સલાહ આપી છે. હકીકતમાં અમરનાથ યાત્રાના રુટ પર સર્ચ ઓપરેશન દરમિયાન સ્નાઈપર રાઈફલ મળી છે. ત્યારપછીથી યાત્રા રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી એડ્વાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં મોટા આતંકી હુમલાના ઈનપુટ્સ મળ્યા છે. જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી એડ્વાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં મોટા આતંકી હુમલાના ઈનપુટ્સ મળ્યા છે. તેથી કાશ્મીરની સુરક્ષા વધારવાના પગલે અમરનાથ યાત્રીઓ અને પર્યટકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખીણ વિસ્તારમાં તાત્કાલિક યાત્રા રોકી દેવામાં આવી છે.
અમરનાથ યાત્રીઓ અને પર્યટકોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ શક્ય હોય તેટલા જલદી કાશ્મીર ખીણ વિસ્તાર છોડીને નીકળી જાય. આ યાત્રા 15 ઓગસ્ટ સુધી ચાલવાની હતી પરંતુ હવે તે રોકી દેવામાં આવે છે.
ભારતીય સેનાએ શુક્રવારે એક પ્રેસ કોન્ફ્રેન્સમાં જણાવ્યું કે આતંકીઓએ અમરનાથ યાત્રાને નિશાન બનાવવાનો પ્લાન બનાવ્યો હતો. આ દરમિયાન યાત્રાના રસ્તેથી પાકિસ્તાનમાં બનેલી બારુદી સુરંગ મળી આવી છે. લેફ્ટિનેંટ જનરલ કેજેએસ ઢિલ્લને જણાવ્યું કે તેનાથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાની આર્મી હજુ પણ આતંકીઓને સાથ આપે છે. હવે આ વાતને અમે સહન નહીં કરીએ.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.