યુ.એસ.એફ.ડી.એ ફાર્માસ્યુટિકલ કંપની જ્હોન્સન એન્ડ જ્હોન્સન સામે મોટી કાર્યવાહી કરી છે. યુએસએફડીએને કંપનીના બેબી પાવડરમાં કેન્સર જેવા રોગ ઉત્પન કરનારા એસ્બેસ્ટસના પૂરાવા મળ્યા છે. ત્યારબાદ કંપનીએ 33 હજાર બોટલ પાછી મંગાવી છે. કંપનીએ આ માહિતી આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની સતત પાવડરમાં કેન્સર જેવા રોગ માટે જવાબદાર તત્વની હાજરીને નકારી રહી હતી. પરંતુ હવે કંપનીએ કહ્યું છે કે ઑનલાઇન રિટેલર પાસેથી ખરીદેલા બેબી પાવડર નમૂનામાં ક્રાયસોટાઇલ એસ્બેસ્ટસ મળ્યા છે. આ સમાચાર બાદ કંપનીના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
જ્હોન્સન એન્ડ જ્હોન્સનને પહેલી વખત પાછી મંગાવી બોટલ- જ્હોન્સન એન્ડ જ્હોન્સન તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, એક રિટેલરને 33000 બોટલો વેચી છે તેને પરત મંગાવી છે.
પહેલા પણ અનેક વખત કરવામાં આવી તપાસ – કંપનીએ કહ્યું છે કે તેણે અમેરિકામાં ઉત્પાદન પરત કરવાનું પગલું ભર્યું છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે છેલ્લા 40 વર્ષોમાં, હજારો પરીક્ષણોએ વારંવાર પુષ્ટિ આપી છે કે અમારા પાવડરમાં એસ્બેસ્ટસ નથી.
હજારો લોકોએ કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે કે તેમને બેબી પાવડરને કારણે મેસોથેલિઓમા થયો છે, જે આક્રમક કેન્સર છે. એસ્બેસ્ટસ આ માટે જવાબદાર હોવાનું કહેવાય છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.