સામગ્રી :
ચોખા – ૧ કપ
મીઠું – ૨ ટેબલસ્પૂન
લીંબુ – અડધું
તેલ – ૨ ટેબલસ્પૂન
મરચા – ૨
લસણ – ૫ કળી
ડુંગળી ની પેસ્ટ – ૩ ટેબલસ્પૂન
ગાજર – અડધું
મીઠું- સ્વાદ પ્રમાણે
કાળું મરચું – સ્વાદ પ્રમાણે
રેડ ચીલી સોસ – ૧ ટેબલસ્પૂન
ગ્રીન ચીલી સોસ – અડધી ચમચી
સોયા સોસ – અડધી ચમચી (ઘાટું )
લીલી ડુંગળી – ગાર્નીશ કરવા માટે
રીત:
આજે આપણે ૨ મિનિટ માં બનતી વાનગી ની રેસિપી જણાવવાના છીએ. આ કોઈ મેગી નથી. હેલ્થી અને સ્વાદિષ્ટ રેસિપી વેજીટેબલ રાઈસ ની રેસિપી જણાવવાના છીએ.
તેના માટે સૌ પહેલા ચોખા ને ૨૦ મિનિટ માટે પલાળી દયો. પછી એક તપેલા માં પાણી ઉકળવા મૂકી દયો.
પછી તેમાં મીઠું અને લીંબુ નાખી દયો. તેમાં ચોખા નાખી દયો. ચોખા પાકી જાય એટલે તેને ચાળી ને એક ડીસ માં કાઢી લ્યો.
હવે એક કડાઈ માં તેલ નાખી બધી જ સામગ્રી ના શાકભાજી ખૂબ જ બારીક કાપી 30 સેકેન્ડ માટે સેકાવા દેવા. પછી તેમાં મીઠું, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ સ્વાદ પ્રમાણે નાખવું.
પછી તેમાં થોડીક સોયા સોસ નાખવી. પછી તેમાં થોડી લીલી ડુંગળી નાંખવી. પછી બધું જ મિક્સ કરી લેવું.
થોડા સેકન્ડ પછી તેમાં ચોખા ઉમેરી દઈ બધું જ સરખી રીતે મિકસ કરી લેવું. ચોખા તૂટી ન જાય તેનું ધ્યાન રાખવું.