મૂળ ભાભરની વતની અને પાટણ શહેરના શીતળા માતા મંદિર ચોકડી પાસે આવેલી એક સોસાયટીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે બહેનપણીઓ સાથે રહેતી એક યુવતીએ અગમ્ય કારણોસર ગળે ટુંપો ખાઇ આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો.
પાટણ શહેરમાં લાંબા સમયથી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે રોકાયેલ ગ્રેજ્યુએશન પાસ યુવતી કોઈ કારણોસર શહેરની એક સોસાયટીના મકાનમાં રૂમની અંદર ગળે ટૂંપો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ બાબતે રૂમની બહેનપણીઓને જાણ થતા તેમના પરિવારને જાણ કરતા તાબડતોડ પરિવાર પાટણ દોડી આવ્યો હતો. ઘટના અંગે પોલીસને જાણ કરતા યુવતીનો મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો :- પાટણ : ચાલુ ગાડીએ ડ્રાઈવરને એટેક આવતા ઘટના સ્થળે જ મોત
યુવતી લાંબા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી પરીક્ષાઓ આપી રહી હતી જેમાં સફળ ના થતા નાસીપાસ થઈને આત્મહત્યા કરી છે કે અન્ય કોઈ અંગત કારણોસર યુવતીએ આત્મહત્યા કરી છે તે બાબતે કારણ અકબંધ હોઈ આ દિશામાં પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.