Siddhpur
સગીર કિશોરીને નશાકારક તમાકુની બનાવટના વેચાણ પર પ્રતિબંધ છે. આ અંગે સિધ્ધપુર (Siddhpur) પોલીસે એક છટકું ગોઠવી 12 વર્ષના કિશોરને સાથે રાખી સિદ્ધપુરની ચાર દુકાનદારોને કિશોરને તમાકુનું વેચાણ કરતાં રંગે હાથ ઝડપી પાડયા છે.
સિદ્ધપુર PSI આર ડી મકવાણાએ બુધવારે એક છટકું ગોઠવીને સિદ્ધપુર શહેરમાં દેથળી ચાર રસ્તા ઉપર આવેલ પણ પાર્લર પર સગીર કિશોરને તમાકુનું વેચાણ કરતા રંગે હાથ ઝડપ્યા હતા.
આ પણ જુઓ : Flipkart Big Saving Days સેલમાં મળશે આ બમ્પર ડિસ્કાઉન્ટ
જેમાં ભરત પાન પાર્લરના માલિક ઠાકોર વિશાલજી ભરતજી, ગુરુકૃપા ટી સેન્ટર નામના દુકાનદાર સાલેમહમદ સદ્દિકભાઈ સિંધી, ગોકુળ ડેરી નામના દુકાનદાર સફવાન રસુલભાઇ કડીવાલા (મુસ્લિમ), ગુરૂકૃપા કિરાણા સ્ટોર નામની દુકાન ચલાવતા હરીરામ શીવજી માળી સામે સિદ્ધપુર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જેની તપાસ અધિકારી એસી હરદેવભાઈ મણાભાઈ હાથ ધરી હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.