• પાટણ જીલ્લા માંથી તેમજ મહેસાણા જીલ્લા માંથી એ.સી. ના આઉટ ડોર કોમ્પ્રેશર ની ચોરી કરતા ટુકડી ને એ.સી. ના આઉટ ડોર કોમ્પ્રેશર નંગ -૯ મારૂતી ઝેન ગાડી -૧ એમ કુલ કી.રૂ.૨૨૧૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ ટીમ પાટણ
 • આઈ.જી.પી સરહદી રેન્જ ભુજ સુભાષ ત્રીવેદી તથા મે.પો.અધિ.પાટણ અક્ષયરાજએ મીલકત સંબધીત ચોરી ના ગુંહા શોધી કાઢવા સુચના કરેલ હોઇ પો.ઇન્સ. એલ.સી.બી કે.એમ.પ્રિયદર્શી સા નાઓ ના માર્ગદર્શન સાથે પો.સબ.ઈન્સ જે.કે ડોડીયા સાહેબ તથા અ.હેઙકોન્સ. અમિતસિહ માનસિહ, તથા અ.પો.કોન્સ. વિનોદકુમાર પુનાભાઈ તથા અ.પો.કોન્સ. નવાજશરીફ ગુલામરસુલ તથા અ.પો.કોન્સ. ધવલકુમાર ભગવાનભાઇ એ રીતેના પાટણ એલ.સી.બી. ટીમ ના માણસો પાટણ સીટી તેમજ ચાણસ્મા મુકામે થયેલ એસ.સી ના આઉટ ડોર કોમ્પ્રેશર ની ચોરી ના ગુના સંબધે પાટણ મહેસાણા ઉઝા શીહોરી રાધનપુર એમ અલગાઅલગા શહરો મા એ.સી રીપેરીગ તેમજ જુના એ.સી ના લે વેચ કરનાર ઈસમો ને મળી સદરી ગુના બાબતે ફળદાય હકીકત હકીકત મેળવા તેમજ સદરી ગુના ના આરોપી શોધી કાઢવા સારૂ છેલ્લા છ માસ થી અલગ અલગ બાતમીદારો ને હકીકત મેળવી રહયા હતા તે દરમ્યાન સાથેના પોલીસ સબ ઈન્સ જે.કે.ડોડીયા નાઓને તથા અ.હેડ.કોન્સ અમીતસિહ માનસિહ તથા અ.પો.કન્સ નવાઝશરીફ ગુલામરસુલભાઈ નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે મહેસાણા મોઢેરા રોડ ઉપર આવેલ ગોકુલ મેરેડીયમ નામ ના કોમ્પલેક્ષ માં ત્રીજે માળે દુકાન નંબર-૩૭ આવેલ હોઈ તે દુકાન ઉદેલાગામ નાં પ્રજાપતિ મનીષભાઈ નાઓ ભાડેથી ચલાવતા હોઈ જેમા તેઓ એ.સી. રીપેરીગ તથા જુના એ.સી. ની લે.વેચ નો ધંધો કરતા હોઈ જે મારકેટ ભાવ કરતા ઘણી ઓછી કીમતમાં એ.સી. નુ વેચાણ કરતા હોઈ જે શંકા ઉપજાવે તેમ હોઈ જેથી ઉપરોકત પોલીસ સ્ટાફ ના માણસો મહેસાણા ખાતે આવેલ સદરી ઈસમ ની દુકાન જે સોપીગ સેન્ટરમા આવેલ હોઈ ત્યાંજ સોપીગના નીચે રોડ ની સાઈડ માં એક મારૂતિ કંપનીની ઝેન ગાડી પડેલ જે ગાડી ચાણસ્મા તેમજ પાટણ માં ચોરીના બનાવ બન્યા તે સમય દરમયાન મારૂતી ઝેન ગાડી શકાસ્પદ જોવા મળેલ હોઈ જેથી સદરી ગાડીના નંબર જોતા જીજે-૦૫.એ.આર-૦૩૨૩ ની પડેલ હોઈ સદર ગાડી નો મોબાઈલ કોપ દ્વારા વાહન નંબર ની ચકાસણી ગાડી નો નંબર ચેક કરી સદરી ગાડી બાબતે પુછ્પરછ કરતા મનીષકુમાર કનૈયાલાલ પ્રજાપતિ રહે ઉદેલા પ્રજાપતિવાસ તા.બેચરાજી વાળા ની હોઈ સદર ઈસમ જ એ.સી. રીપેરીગની દુકાન ચલાવતા હોઈ જેથી ચોરી ના બનાવ સમયે ઝેન ગાડી નુ હોવુ તેમજ સદરી નુ સસ્તાભાવે એ.સી કોમપરેશર નુ વેચાણ કરવુ વધુ શંકા ઉપજાવતુ હોઈ જેથી સદરી ની દુકાન માં ખાત્રી તપાસ કરતા બે ઈસમો હાજર મળી આવેલા હોઈ જેઓની દુકાન માં પડેલ કોમ્પરેશર પૈકી ઓક્સ કંપની નું તથા ડાયકીન કંપની નું કોપરેસર તથા લોએડ કંપની નું કોપરેસર પડેલ હોઇ જે બાબતે કોઈ સંતોષ કારક જવાબ આપતા ના હોઈ જેથી ઉપરોકત ઈસમોને ઉપરોકત ત્રણેય કોમ્પરેશર તેમજ સદરી બન્ને ઈસમોને પુછપરછ સારૂ પાટણ એલ,સી,બી કચેરી ખાતે લાવી પુછપરછ કરતા નિચે મુજબ ના ગુંહાની કબુલાત કરેલ છે

પકડાયેલા ઈસમો :-
(૧) મનીષકુમાર કનૈયાલાલ પ્રજાપતિ રહે ઉદેલા ગામ પ્રજાપતિ વાસ તા.બેચરાજી જી.મહેસાણા હાલ રહે ગીન રેસીડન્સી
મકાન નંબર બી /૫ તા.જી. જી.મહેસાણા
(૨) ધવલગીરી ચંદનગીરી સોમગીરી રહે દેદરડા તા.બેચરાજી જી.મહેસાણા
(૩) સતીષભાઈ ગાંડાભાઈ રહે ઉદેલા ગામ પ્રજાપતિ વાસ તા.બેચરાજી જી.મહેસાણા

ગુનાહીત ઈતીહાસ:-
(૧) ઉપરોકત ત્રણે ઈસમઓ આજ થી છ માસ અગાઉ એ પાટણ કોર્ટ નજીક આવેલા સોપીગ સેન્ટર ના ત્રીજા માળે થી ડાયકીન કંપની નુ એ.સી. આઉટ ડૉર ચોરી કરેલા ની કબુલાત કરેલ છે
(૨) પ્રજાપતી મનીષ તેમજ પટેલ સતીષ નાઓએ આજ થી છ માસ અગાઉ પટણ સિધ્ધપુર હાઈવે નજીક આવેલા સરદાર કોમ્પલેક્ષ માથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ નજીક નજીક ની દુકાનો માંથી બે અલગ અલગ કંપની ના વોલ્ટાસ તેમજ ઓક્ષ કંપની નુ આઉટ ડોર એ.સી કોમપ્રેશર ચોરી કરેલા ની કબુલાત કરે છે
(૩) ચાણસ્મા બસ સ્ટેંન્ડ નજીક માં શોપીગ સેંન્ટર આવેલ હોઇ તે શોપીગ સેંન્ટર માં પ્રથમ માળે થી આજ થી છ માસ અગાઉ દુકાન ની બહાર લગાવેલા ઈલેક્ટ્રોલક્ષ કંપનીના એ,સી આઉટ ડોર કોમ્પ્રેશર નંગ- ૨ પ્રજાપતિ મનીષ તેમજ પટેલ સતીષના ઓ તેમની ગાડી મારૂતી ઝેન મા ચોરી કરી લઈ ગયેલા ની કબુલાત કરેલ છે
(૪) ચાણસ્મા સર્કલ હાઈવે રોડ નજીક શોપીગ સેંન્ટર આવેલ હોઇ તે શોપીગ સેંન્ટર માં આજ થી છ માસ અગાઉ પ્રથમ માળે થી અલગ અલગ દુકાન ની બહાર લગાવેલા હીટાચી કંપની નુ તેમજ એલ.જી કંપની નુ એ,સી આઉટ ડોર કોમ્પ્રેશર નંગ- ૨ પ્રજાપતિ મનીષ તેમજ પટેલ સતીષના ઓ તેમની ગાડી મારૂતી ઝેન મા ચોરી કરી લઈ ગયેલા ની કબુલાત કરેલ છે
(૫) મહેસાણા પશાભાઈ ના પેટ્રોલ પંપ સામે પરેશ સીમેન્ટ ડેપો આવેલા હોય ત્યા આજ થી છ માસ આગાઉ રાત્રી ના સમયે મનીષ પ્રજાપતી તેમજ સતીષ પટેલ નાઓએ સાથે મળી વીસ્ટાર કંપની નુ એ.સી. આઉટ ડોર કોમ્પ્રેશર ચોરી કરેલા ની કબુલાત કરેલ છે

 • પ્રજાપતી મનીષ એ.સી. રીપેરીગ નુ કામ કરતા હોઈ જેઓ તેમના મીત્રો સાથે પોતાની માલીકી ની ગાડી લઈ રાત્રી ના સમયે નજીક ના શહેરો માં એ.સી. ના આઉટ ડોર કોમપ્રેશર ની ચોરી કરી પોતાની દુકાને લાવતા હોય ત્યાર બાદ ઈન ડોર આઉટ ડોર કોમપ્રેશર એ.સી નો સેટ બનાવી સસ્તા ભાવે વેચાણ કરતા
 • એલ.સી.બી ટીમ
 • પો.ઇન્સ. એલ.સી.બી કે.એમ.પ્રિયદર્શી પો.સબ.ઈન્સ જે.કે.ડોડીયા સાહેબ એલ.સી.બી પાટણ
 • અ.હેઙકોન્સ. અમિતસિહ માનસિહ, અ.પો.કોન્સ. વિનોદકુમાર પુનાભાઈ
 • અ.પો.કોન્સ. નવાજશરીફ ગુલામરસુલ અ.પો.કોન્સ. ધવલકુમાર ભગવાનભાઇ
 • રજીસ્ટર થયેલ ગુના
 • પાટણ બી ડીવી પોસ્ટે ફ.ગુ.ર.નં. ૧૧૬/૨૦૧૯ ઈપીકો ક્લમ ૩૭૯,૧૧૪
 • ચાણસ્મા પોસ્ટે ફ.ગુ.ર.નં. ૩૭/૨૦૧૯ ઈપીકો ક્લમ ૩૭૯
 • પાટણ બી ડીવી પોસ્ટે ફ.ગુ.ર.નં.૧૧૭/૨૦૧૯ ઈપીકો ક્લમ ૩૭૯
 • ચાણસ્મા પોસ્ટે ફ.ગુ.ર.નં.૧૧૨/૨૦૧૯ ઈપીકો ક્લમ ૩૭૯

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.