- કેન્દ્ર સરકાર નરેન્દ્ર મોદી જલ્દી લગ્ન માટે યુવતીની ન્યૂનતમ ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરી શકે છે.
- અંગ્રેજીના બિઝનેસ અખબાર ઇકોનોમિક્સ ટાઇમ્સમાં આવેલા રિપોર્ટ અનુસાર સરકાર આ મુદ્દા પર વિચાર કરી રહી છે. તેની પાછળનો ઉદ્દેશ્ય માતૃત્વ મૃત્યુદરમાં ઘટાડો લાવવાનો છે.
- વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે ગત સપ્તાહે પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે મહિલાની માતા બનવા માટે યોગ્ય ઉંમર વિશે સલાહ આપવા માટે એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે. સરકારની આ કવાયદ પાછળ સુપ્રીમ કોર્ટનો એક નિર્ણય છે. વર્તમાનમાં લગ્ન માટે યુવતીની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને યુવકની 21 વર્ષ છે.
- યૂનિસેફના આંકડા પ્રમાણે ભારતમાં 27 ટકા યુવતીઓના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલા અને 7 ટકા યુવતીઓના લગ્ન 15 વર્ષની ઉંમર પહેલા થઈ જાય છે.
- ભારતના કેટલાક રાજ્યો અને સમુદાયોમાં બાળ વિવાહ થવા સામાન્ય વાત છે. બાળ વિવાહને રોકવા માટે ભારતમાં સખત કાનૂન છે. આમ છતા આવા ઘણા મામલા સામે આવે છે.માટે બાલ વિવાહ ને રોકવા જોઈએ.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News