• આજ રોજ ધોરણ સાયન્સ 12નું પરિણામ જાહેર થયું, પરિણામમાં સિવિલ હોસ્પિટલમાં કેર ટેકર તરીકે નોકરી કરતા અશોકભાઈના પુત્ર યશ અધિકારીએ 99.80 પર્સેન્ટાઈલ અને 93 ટકા મેળવેલ છે. યશના ભાઈ સિદ્ધાર્થ પણ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. ધોરણ 12 સાયન્સમાં તેજસ્વી વિદ્યાર્થી બનેલા યશને PDPUમાં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવીને એન્જિનિયર બનવાની ઈચ્છા વ્યક કરી છે. યશના પિતા અશોકભાઈ કે જેઓ એક સામાન્ય સફાઈ કામદાર તરીકે નોકરી કરી રહ્યાં છે. તેમના દીકરાઓના મોટા માણસ બનાવવા માટે તેમણે પુત્રોને ભણાવવા માટે કોઈ કસર રાખા નથી.
  • એલ.ડી એન્જિનિયરીંગમાંથી કોમ્પ્યુટર સાયન્સ કરવાની ધરાવે છે. ત્યારબાગ IAS ઓફિસર બનવાનો ગોલ બનાવ્યો છે. પહેલાથી નક્કી કર્યું હતું કે 90 ટકાથી વધુ રિજલ્ટ લાવવાનું છે. સારા પરિણામ માટે દિવસ દરમિયાન 8 કલાક વાચન કરતો હતો. પેપર લખવાથી ખુબ જ ફાયદો થયો: શારસ્વત મહેતા
  • મણિનગરની જે.એલ. સ્કૂલમાં સૌ પ્રથમ આવેલા મિત શાહે 96 ટકા મેળવ્યા છે. 99.87 પર્સનટાઇલ મેળવ્યા છે. તેને IITમાં જવાની ઇચ્છા છે. કોમ્પ્યુટર સાયન્સ કરવાની ઇચ્છા છે. સ્માર્ટ વર્ક કરવું જરૂરી છે. હાર્ડ વર્ક ન કરો. ટ્યુશન સાથે 7 કલાક વાચન કરતો હતો. થોડું ટફ લાગતું હતું પરંતુ રોજ-બરોજની મહેનતથી બધુ સરલ થતું ગયું. ભણતી વખતે જે પ્રોબ્લમ થતા હોય તેને તે જ સમયે સોલ્વ કરી દેવા જોઈએ. જેથી પાછળથી લોડ ન વધે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024