અમદાવાદ શહેરના પરિમલ ગાર્ડન નજીક આવેલી એપલ મલ્ટિસ્પેશિયાલિસ્ટ બાળકોની હોસ્પિટલના ચોથા માળે આગ લાગી હતી. રાહતની વાત છે કે 4 ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવી લીધો છે. મળતી માહિતી અનુસાર બાટલો ફાટવાથી આગ લાગી હતી. જોકે હાલ તમામ બાળકો અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હોસ્પિટના સ્ટાફે નીચે આવેલી જગ્યામાં બાળકોને રાખી સારવાર આપી હતી. ફાયર વિભાગના કર્મચારીઓ એ જણાવ્યું હતુકે કોઈપણ બાળકને તકલીફ પડી નથી.
“તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.“