• અલ્પેશ ઠાકોરના નવનિર્મિત આલિશાન બંગલામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ હાજરી આપી બેઠકો યોજ્યા બાદ ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો દેખાઇ રહ્યો છે.
  • ભાજપના દિગ્ગજ બે નેતાઓ અને અલ્પેશ ઠાકોરનો ફોટો વાયરલ થયા બાદ રાધનપુરના ધારાસભ્ય ભાજપ ભેગા થઈ જશે તે નક્કી થઈ ગયુ છે.
  • અલ્પેશ ઠાકોર મીડિયાના અહેવાલોમાં ચમક્યા બાદ તેને ભાજપના મુલાકાતની લઇને આજે એક પ્રેસકોન્ફરન્સ કરીને ખુલાસા કર્યા હતા. અલ્પેશ ઠાકોરે સૌથી પહેલા તો મીડિયાનો આભાર માનતા જણાવ્યું કે, હું તમામ મીડિયોનો દિલથી આભાર માનું છું, કારણ કે, વારંવાર તેઓ મારા ન્યૂઝને મીડિયામાં લેતા રહે છે.
  • વધુમાં કહ્યું ગુજરાતની જનતા પર મારા નામને તેઓ ભૂલવા દેવા માંગતા નથી. તેમને કહ્યું કે, મીડિયાના હંમેશાં બે પાસા હોય છે. તેઓ નકારાત્મક અને હકારાત્મક રીતે ન્યૂઝને લઇને જનતામાં તમારી છાપ પાડતા હોય છે.
  • અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, સીએમ, પ્રદીપસિંહ જાડેજા અને જીતુભાઈ વાઘાણી મારા સારા મિત્રો છે. મારા ઘરે નાની પૂજા રાખી હોવાથી મેં પ્રદીપસિંહ અને જીતુભાઈને આમંત્રણ આપ્યું હતું. બંને નેતાઓ મારા ઘરે હાજર રહ્યા હોવા અંગે મીડિયા જે અર્થઘટના કાઢવું હોય એ કાઢી શકે છે. તેમણે જણાવ્યું કોને આમંત્રણ આપવું અને કોને ન આપવું એ મારે નક્કી કરવાનું હોય છે.

વધુમાં અલ્પેશે જણાવ્યું કે, કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને પરેશ ધાનાણી સાથે પણ મારે સાારા સંબંધો છે, અને તેઓ પણ મારા મિત્રો છે. તેમને બીજેપીના બંને નેતાઓ પોતાના ધરે હાજર રહેવા બદલ દિલથી આભાર માન્યો હતો.

  • અલ્પેશ ઠાકોરે ત્યારબાદ કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમને જણાવ્યું કે, કોંગ્રેસ કોઈ છોડતું નથી, ધક્કામારીને કાઢવામાં આવે છે. કોંગ્રેસ જે રીતે મારું MLA પદ લેવા માટે હવાતિયા મારે છે. પરંતુ હું મારા ધારાસભ્ય પદેથી રાજીનામું નહીં આપું. મને પ્રજાએ ચૂંટીને મોકલ્યો, જેથી હું શું કામ રાજીનામું આપુ.
  • અલ્પેશ ઠાકોરે કહ્યું જો મારું ધારાસભ્ય પદ છીનવાઇ પણ જશે તો હું રાધનપુરની બેઠક પરથી ફરીથી ચૂંટણી લડીશ. તેમને કહ્યું કે, કોંગ્રેસમાં અંદરોઅંદર એકબીજાને પાડવાની લડાઈ ચાલી રહી છે. મેં અગાઉ પણ યુવાનોના ન્યાય માટે રાષ્ટ્રીય પદ છોડ્યું હતું. આજની અલ્પેશના નિવેદન પરથી સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, નજીકના ભવિષ્યમાં કોંગ્રેસ વિરુદ્ધ કૃત્યની ઐસીતૈસી કરી અલ્પેશ ભાજપ ભેગો થશે એ નક્કી છે.