અમદાવાદ સાબરમતી જેલમાંથી છેલ્લા છ વર્ષમાં 208 મોબાઈલ 99 સીમકાર્ડ મળી આવ્યા છે.

પોસ્ટ કેવી લાગી?
  • અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાંગુનેગારોને રાખવામાં આવે છે તે આપણે સૌ જાણીએ છીએ.
  • પરંતુ શું તમે એ જાણો છે કે જેલની અંદર ગુનેગારો પણ મોબાઈલનો ઉપયોગ કરે છે. જેનુ મોટુ ઉદાહરણ વિશાલ ગોસ્વામીનું ખડંણી નેટવર્ક છે. આ ખડંણી નેટવર્ક બાદ પણ જેલમાંથી મોબાઈલ મળી આવવાનુ ચાલુ રહ્યુ છે.
  • અમદાવાદ માં સાબરમતી જેલ હવે મોબાઈલની દુકાન બની ગઈ છે.
  • કારણ કે અવાર-નવાર સેન્ટ્રલ જેલમાં મોબાઈલ મળી આવવાની ઘટના બનતી હોય છે.
  • છેલ્લા 6 વર્ષમાં અમદાવાદ જેલમાંથી 208 જેટલા મોબાઈલ અને 99 સીમકાર્ડ મળી આવ્યા છે. તો આ પ્રતિબંધીત વસ્તુઓ જેલમા કેવી રીતે પ્રવેશે છે.. જેલતંત્રના કર્મચારીઓ જ પહોંચાડે છે.
  • અમદાવાદ સાબરમતી જેલમાંથી વર્ષ 2014 થી 2019માં 209  મોબાઈલ અને 99 થી વધુ સીમકાર્ડ મળ્યા છે.
  • વર્ષ 2014માં 18 ગુના નોંધાયા હતા જેમાં 23 મોબાઈલ અને 8 સીમકાર્ડ કબ્જે કરી 49 આરોપી ની ધરપકડ થઈ હતી.
  • વર્ષ 2015માં 25 ગુનામાં 35 મોબાઈલ અને 11 સીમકાર્ડ ઝડપાયા હતા જેમાં 62 આરોપીની ધરપકડ થઈ હતી.
  • વર્ષ 2016માં 24 ગુના હતા. જેમા 30 મોબાઈલ અને 05 સીમકાર્ડ ઝડપાયા હતા જેમા 53 આરોપી ની ધરપકડ થઈ હતી.
  • વર્ષ 2017માં 37 ગુના નોંધાયા હતા જેમાં 43 મોબાઈલ અને 21 સીમકાર્ડ ઝડપાયા હતા જેમા 10 આરોપી ની ધરપકડ થઈ હતી.
  • વર્ષ 2018માં 34 ગુનામાં 50 મોબાઈલ અને 42 સીમકાર્ડ કબ્જે કરી 65 આરોપી ની ધરપકડ થઈ હતી.
  • જ્યારે 2019માં 22 ગુનામા 27 મોબાઈલ અને 12 થી વધુ સીમકાર્ડ પકડાતા 33 આરોપીથી વધારેની ધરપકડ થઈ હતી.
  • અમદાવાદ સેન્ટ્રલ જેલ માં મોબાઈલ નો ઉપયોગ કરી ત્યાં રાખવામાં આવેલા રજિસ્ટરમાં એન્ટ્રી કરી વાત કરી શકાય છે. ત્યારે આખરે ગુનેગારોને કેમ મોબાઈલથી વાત કરવાની જરૂરત ઉભી થાય છે?
  • પોલીસ વિભાગની વાત માનીએ તો ગુનેગારો જેલમાં બેઠા બેઠા પોતાના ગુપ્ત ધંધા ચલાવવા માટે મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે તો અત્યાર સુધીની તપાસમાં એ પણ હકીકત સામે આવી છે કે સમય મર્યાદાથી વધારે વાત કરવા માટે આરોપીઓ મોબાઈલથી વાત કરતા હોય છે.ત્યારે જેલ સતાધીશો સામે પણ અનેક સવાલો થાય છે કે કેદી ઓ પાસે મોબાઈલ પહોંચે છે કેવી રીતે?
  • સેન્ટ્રલ જેલમાં જો સરળતાથી મોબાઈલ કેદી સુધી પહોચી જતા હોય તો જેલની સુરક્ષાને લઈને અનેક સવાલ ઉઠી રહયા છે.
  • તો બીજીતરફ હકીકત એવી છે કે કેદીઓને જ્યારે કોર્ટમાં લઇ જવાય છે ત્યારે જ કેદીના જાપ્તા પાર્ટીમાં પોલીસકર્મીઓ હોય તે લોકોના થકી જ પૈસાના જોરે કેદીઓને મોબાઇલ અને સીમકાર્ડ મળતા હોય છે. તો ઘણી વખત ચેકિંગ રહેલો સ્ટાફ પણ આંખ આડા કાન કરતા હોય છે કે ટીફીન મારફતે પણ વસ્તુ જેલમાં પ્રવેશતી હોય છે. અત્યાર સુધી જેલમાંથી માત્ર સાદા મોબાઇલ જ મળી આવતા હતાં.
  • જો કે હવે જેલમાંથી તો સ્માર્ટ ફોન પણ મળી આવે છે.
  • પ્લેન હાઇજેકિંગના નવા કાયદા બાદ પ્રથમ કેસમાં સજા ભોગવી રહેલ બીરજુ સલ્લા પાસેથી પણ સ્માર્ટ ફોન મળી આવ્યો છે.
  • જયારે વિશાલ ગોસ્વામી અને તેના સાગરીતો જેલમા જ ખંડણી નેટવર્ક ચલાવતા હતા..
  • હદ તો ત્યારે થાય છે કે ખડંણી નેટવર્ક બાદ પણ સાબરમતી જેલમાં મોબાઈલ ફોન મળવાનો સિલસિલો યથાવત છે.
  • જો જેલ મોબાઈલ દુકાન જ બનીને રહેશે તો કુખ્યાત ગુનેગાર જેલમા બેઠા બેઠા જ ગંભીર ગુનાઓને અંજામ આપી શકે છે. જેથી  હવે આ બાબતો પર પણ કડક થઇને જેલ તંત્રએ કાર્યવાહી કરવાની જરૂર પડી છે નહી તો ફરી એક વખત સુરંગકાંડ પણ થાય તો કોઇ નવાઇ નહી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures