- સુરત રાજ્યમાં ખુબ જ આશ્રયજનક વાત વેવાઇ અને વેવાણ કઇ બીકને કારણે તેઓ ભાગી ગયા હતા તે અંગે મોટો ખુલાસો થયો છે.
- 16 દિવસ સુધી ભાગી ગયેલા વેવાઇ વેવાણ ગત રવિવારે રાતે પાછા ફર્યા હતા.
- સુરતમાં રવિવારે મોડીરાત્રે વેવાણ વિજલપોર પોલીસ સ્ટેશનમાં તેઓ હાજર થયા હતા.
- જ્યાં તેમણે પોતાની ભુલ થઇ હોવાનું નિવેદન આપ્યું હતું. હું મારી મરજીથી ગઈ હતી અને મરજીથી આવી છું. મને કોઈએ દબાણ કર્યું નથી. ત્યારબાદ સુરતમાં વેવાણ બાદ વેવાઈ પણ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.
- વેવાઇ-વેવાણ પ્રેમ પ્રકરણનો અંત આવ્યો છે. વેવાઈ વેવાણ પોતાના ઘરેથી ભાગીને ઉજ્જૈન પહોંચી 16 દિવસ ગેસ્ટ હાઉસમાં રહ્યાં હતા. જોકે, તેમણે ત્યાંથી ફોન કર્યા હતા. જેથી તેમના લોકેશનના આધારે તેઓના સગડ મળ્યા હતા.

- શહેરનાં કડોદરા પોલીસમાં હાજર થયેલા વેવાઈએ પોતાના નિવેદનોમાં ઘણી જ ચોંકાવનારી વાતો કહી છે. તેમણે જણાવ્યુ હતું કે, 25 વર્ષ પહેલા તેઓ પિતા સાથે કતારગામ રહેતા હતાં. જ્યાં તેમની ઓળખાણ વેવાણ જોડે થઇ હતી. તેઓને એકબીજા સાથે પ્રેમ થયો હતો. પરંતુ અમુક કારણોસર તેમના લગ્ન થયા ન હતાં. જે બાદ વેવાણ અને વેવાઈનાં અલગ અલગ જગ્યાએ લગ્ન થયા હતાં. જે બાદ ફરીથી એક પ્રસંગમાં બંન્ને મળ્યા હતા જે બાદ ફરીથી તેઓ અવારનવાર વાતો અને મળતા થયા હતાં. આ દરમિયાન તેમના દીકરા-દીકરીની સગાઈ પણ થઇ ગઇ હતી.
- દીકરા દીકરીની સગાઈ બાદ વેવાણનાં પતિને પોતાની પત્ની પર શક જતા સગાઈ તોડવાની વાત કરતા હતાં. ત્યારે વેવાણને ડર લાગ્યો કે જો આ વાત બહાર આવશે તો સમાજમાં બદનામી થશે. જેથી બંન્નેએ ઘર છોડીને જતા રહેવાનું નક્કી કર્યું હતું. જે બાદ તેમની વાત સાંભળીને વેવાણ પણ 10મી તારીખે વેવાણને લેવા આવ્યાં હતાં. જ્યાંથી બંને કડોદરાની બસમાં ઉજ્જૈન ગયા હતાં. જ્યાં તેઓ એક ગેસ્ટ હાઉસમાં 16 દિવસ રહ્યાં હતાં.

- આ સમગ્ર ઘટના દરમિયાન તેમને લોકેશનનાં આધારે વેવાઈ વેવાણને શોધી નાંખવામાં આવ્યાં હતાં. જે બાદ સુરતના જાણીતા વકીલે સમાધાનકારી વલણ અપનાવી બંનેને પોતાના ઘરે જવા માટે તૈયાર કર્યા હતા. જે બાદ ગત રવિવારે વેવાઈ વેવાણ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. વેવાણનાં પતિએ તેમને હવે અપનાવવાની ના પાડી દીધી છે. જેથી તેમને તેમના પિતા લેવા માટે આવ્યાં હતાં.
- સુરત અને નવસારીનાં યુવક-યુવતીના લગ્ન 14મી ફેબ્રુઆરી વૅલેન્ટાઇન ડૅનાં દિવસે થવાના હતા. તેમની સગાઈ થઇ ગઇ હતી. લગ્નની મોટા ભાગની તૈયારીઓ પણ થઇ ગઈ હતી.
- લગ્ન થાય તે પહેલા વરરાજાનાં પિતા અને વરવધૂની માતા બંને અચનાક ગુમ થઇ ગયા હતા. વરરાજાના પિતા અને વરવધુની માતા બંને લાંબા સમયથી એકબીજાને ઓળખતા હતા. ત્યારે એવી શંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી કે આ બંનેએ લગ્ન પણ કરી લીધા છે. ઘણાં દિવસો સુધી ન મળતા બંને પરિવારે અંતે આ અંગે પોલીસમાં જાણ કરી હતી. જેમના લગ્ન થવાના હતા જેના તેમણે પણ પોતાની સગાઈ તોડી નાંખીને લગ્ન વ્યર્થ કર્યા છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News