હેલ્મેટ પહેરવું ફરજિયાત જ છે, મરજિયાત નથી.

પોસ્ટ કેવી લાગી?
 • અમદાવાદ શહેરમાં હેલમેટ ફરજિયાત છે કે મરજિયાત તેને લઈને સરકારે યુ-ટર્ન લીધો છે.
 • ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે કહ્યું હેલમેટ મરજિયાત કરવા અંગે કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી.
 • ગુજરાત સરકારે રાજ્યમાં હેલ્મેટ મરજિયાત કરવાના નિર્ણય સામે ગુજરાત હાઇકોર્ટમાંપીઆઇએલ કરવામાં આવી હતી જેની સુનાવણી દરમિયાન સરકારે  કોર્ટમાં કહ્યું હેલ્મેટ પહેરવું મરજિયાત નથી બનાવ્યું હેલ્મેટ ફરજીયાત જ છે.
 • સરકારે કોઈ સર્ક્યુલર કે  નોટીફિકેશન  બહાર પાડ્યું નથી.
 • ગુજરાત હાઇકોર્ટે આ મામલે ટ્રાન્સપોર્ટ સચિવને એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
 • રાજ્ય સરકારે  કેન્દ્ર સરકારે ઘડેલો મોટર વ્હીકલ એક્ટ હળવા દંડ સાથે લાગુ કર્યો હતો.
 • ડિસેમ્બર 2019માં શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાં હેલ્મેટ મરજિયાત કર્યું હતું. પરંતુ તેના થોડા દિવસ બાદ મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, આ કાયદો થોડા સમય માટે જ મોકૂફ રાખવામાં આવ્યો છે, પણ કાયદો કાઢી નાંખવામાં આવ્યો નથી.
 • આપણા મંત્રી આર.સી.ફળદુએ 4 ડિસેમ્બર, 2019ના રોજ જાહેરાત કરતાં કહ્યું હતું કે, હવે રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત નથી. રૂપાણી સરકારની કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
 • કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કર્યા બાદ સમગ્ર દેશમાં લાગુ કર્યું હતું.
 • ટ્રાફિકના નિયમોમાં આકરા દંડની જોગવાઈઓ કરવામાં આવી હતી.
 • હેલ્મેટ વગર વાહન ચલાવવા બદલ દંડની રકમ રૂ. 500 કરી દેવામાં આવી છે, જે અગાઉ રૂ. 100 હતી.
 • કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 1000 દંડની જોગવાઈ કરવામાં આવી છે.
 • જો ટૂ-વ્હિલરમાં પાછળ બેસનારી વ્યક્તિ પાસે હેલ્મેટ નહીં હોય તો તેને કોઈ દંડ નહીં થાય. પરંતુ ટ્રિપલ સવારી માટે દર વખતે રૂ।.100નો દંડ થશે.
 • સીટ-બેલ્ટ વગર વાહન ચલાવવા બદલ રૂ. 500નો દંડ થશે.
 • કેન્દ્ર સરકારના કાયદામાં રૂ. 1000 ના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
 • આર.સી. બૂક વગર કોઈ વાહન ચલાવતા પકડાશે તો પહેલી વખત રૂ. 500 અને બીજી વખત પકડાશે તો રૂ. 1,000નો દંડ થશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures