પ્રજાસત્તાક દિનની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી.દરેક વ્યક્તિએ આજે દેશ પ્રત્યે ભાવ વ્યકત કર્યો પરંતુ આજે અમદાવાદમાં પહેલી વાર 60થી પણ વધારે શ્વાનને એકત્ર થઈને દેશભક્તિ બતાવી છે.

  • અમદાવાદના શ્વાનપ્રેમી સીમ્તા મિત્તલ દ્રારા અમદાવાદના તમામ ડોગ્સને એકત્ર કરવામાં આવ્યા હતા.ત્યારબાદ તમામના માલિકોને ખાસ ટ્રેનિંગ માટે કહેવામાં આવ્યું હતું.
  • ટ્રેનિંગ બાદ તમામ માલિકો પોતાના શ્વાનને લઈને અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં પહોંચ્યા જ્યાં તમામ શ્વાને ધ્વનવંદન કર્યુ હતું.
  • શ્વાનની અનોખી પરેડસિત્ઝુ, ચાઉચાઉ, લેબ્રાડોર, પગ સહિત  20થી પણ વધારે બ્રિડનાં શ્વાને પરેડમાં ભાગ લીધો હતો..
  • સાઉથ બોપલ રોડથી એસ જી હાઈવે સુધી આ તમામ શ્વાને દેશભક્તિનાં ગીતો પર પરેડ કરી હતી.
  • તમામ શ્વાન માલિકોનાં હાથમાં રાષ્ટ્રધ્વજ તથા શ્વાનનાં કપડાંમાં પણ રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવ્યો હતો.
  • શ્વાન માલિકોએ શ્વાનને મિલ્ટ્રીનાં કેમિસોલ ક્લોથ્સ સાથે અલગ અલગ પ્રકારનાં કપડાં પણ પહેરાવેલાં હતા. 22 ડિસેમ્બરે સિત્ઝુ કાર્નિવલનું કર્યુ હતું.
  • પેટ્રિઓક ડોગ્સ પરેડનાં આયોજક સ્મિતા મિત્તલનું કહેવું છે કે તેઓ છેલ્લાં 3 વર્ષથી અમદાવાદના અલગ અલગ બ્રિડનાં ડોગને એકત્ર કરીને આ પ્રકારની ઈવેન્ટનું આયોજન કરે છે.
  • આજે બુલ ડોગ, પીટબુલ, હસ્કી, સિત્ઝુ, સ્પનીઆલ, જર્મન શેફર્ડ, પગ, ગોલ્ડન રિટ્રાઈવલ, બિગલ, બોક્સ, ચાઉચાઉ, માલ્ટી, ડશસુદ, ગ્રેટ ડેન, લેબ્રાડોર, લાઆપ્સો, સેન્ટ બેરનાર્ડ સહિતના ડોગનો સમાવેશ કરવામાં આવ્યો છે.. જેઓ અમદાવાદમાં રહે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024