• અમદાવાદ ના નિકોલ વિસ્તાર જાણે ગુનેગારોનો ઇલાકો બની ગયો હોય તેવા એક બાદ એક મોટા બનાવો બની રહ્યા છે.
  • ચારથી વધુ લોકો નકલી પોલીસ બનીને આવી વાહન ચેકિંગના બહાને બે લાખ લઇને ફરાર થઇ ગયા છે.ત્યારે 1 કરોડ 30 લાખની લૂંટ બાદ હવે નકલી પોલીસે આતંક મચાવ્યો છે. લોકો પોતાની માલ મત્તા ગુમાવી રહ્યા છે. 
  • નિકોલમાં એક ફેક્ટરી માલિક કાર લઇને જતા હતા ત્યારે ચારથી વધુ લોકો નકલી પોલીસ બનીને આવી વાહન ચેકિંગના બહાને બે લાખ લઇને ફરાર થઇ ગયા છે. આ અંગેની ફરિયાદ નોંધાવીને વધુ તપાસ હાથ ધરી છે.
  • ચાંદખેડામાં રહેતા સુરેશભાઇ પટેલ કઠવાડા જીઆઇડીસીમાં ઇલેકટ્રીક પેનલનું કારખાનું ધરાવે છે. રોજીંદા કાર્યક્રમ મુજબ રાત્રે ફેક્ટરી બંધ કરી તેઓ રીંગરોડ પરથી પસાર થતા હતા.
  • ત્યારે તેઓને ભુખ લાગતા એક લારી પર નાસ્તો કરવા રોકાયા હતા.
  • ત્યારે તેમની પાસે એક્ટિવા પર શખ્સો આવ્યા હતા અને પોલીસની ઓળખ આપી તેમની ગાડી ચેક કરવાનું કહ્યું હતું. સુરેશભાઇએ પોતાની ગાડ઼ી ચેક તો કરાવી લીધી પણ તેમને પોલીસ સ્ટેશન લઇ જવા પડશે તેમ કહ્યું હતું.
  • સુરેશભાઇ કાંઇ સમજે તે પહેલા જ તેમની પાસે એક ફોર વ્હીલ કાર આવી હતી.
  • વાહન પર આવેલા નકલી પોલીસ સાથે વાત કરતા હતા તેવામાં કારમાં આવેલા શખ્સો ગાડીમાં પડેલા બે લાખ લઇને રફચક્કર થઇ ગયા હતા.
  • ત્રણેય શખ્સો ગુનાને અંજામ આપીને ભાગી જતા નિકોલ પોલીસને સુરેશભાઇએ જાણ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
  • આ સમગ્ર ઘટના પર થી ઉલ્લેખનીય છે કે, 1.30 કરોડની લૂંટ કેસમાં પોલીસ અંધારામાં ફાંફા મારી ગુનેગારોને પકડવામાં હારી ગઇ છે ત્યારે વધુ એક બનાવ બનતા નિકોલ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024