• સુરત  શહેરમાં એક અજીબ ઘટના સામે આવી છે.ત્યારે તબીબે સિટીસ્કેન કરાવતા રિપોર્ટમાં પેટમાં સ્ટીલનો ગ્લાસ હોવાનું દેખાયું હતું.
  • ત્યારબાદ ડૉક્ટરોએ એક્સ રૅ પણ કઢાવ્યો હતો.
  • સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં દેલાડનાં યુવકને શૌચમાં તકલીફ અને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલમાં લાવામાં આવ્યો હતો. તબીબે તેની તપાસ કરતા આ યુવકનાં પેટમાં એક સ્ટીલનો ગ્લાસ હતો આ જાણીને તબીબ પણ ચોંકી ઉઠ્યા હતા.  આખરે ઓપરેશન કરી આ ગ્લાસ ને બહાર કાઢવામાં આવ્યો છે.
  • સુરત જિલ્લાનાં દેલાડ ગામનો 29 વર્ષીય યુવાન ભીમ જગન્નાથ શાહ જે મૂળ બિહારનો વતની છે તે કાપડનાં કારખાનામાં કામ કરે છે અને ત્યાં જ રહે  છે.
  • 31 તારીખ મોડી રાત્રે પેટમાં અચાનક દુખાવો થતા તેનો ભાઈ અને મિત્રો હોસ્પિટલમાં તપાસ માટે લઇ ગયા હતા. તબીબ ને સિટીસ્કેન કરાવતા રિપોર્ટમાં પેટમાં સ્ટીલનો ગ્લાસ હોવાનું દેખાયું હતું. આ જોઇને તબીબો પણ ચોંકી ગયા હતા કે સ્ટીલનો ગ્લાસ પેટમાં ગયો કેવી રીતે. આ બાદ તબીબે એક્સ રે કરાવતા પેટમાં સ્ટીલનો મોટો ગ્લાસ હોવાનું જોવા મળ્યું હતું. તબીબે તેની તપાસ કરતા આ યુવકનાં પેટમાં એક સ્ટીલનો ગ્લાસ હતો.
  • ત્યારબાદ તબીબે બીજી વખત એકસ રે કઢાવતા ચોક્કસ થયું કે, પેટમાં ગ્લાસ છે તબીબોના મતે યુવકનાં પેટમાં 9 સેમી લાંબો ગ્લાસ અને 7 સેમી ઉપરનો પહોળો તેમજ તળિયાનો ભાગ 4.5 સેમી હતો. જે ગ્લાસ 30 તારીખથી 1 તારીખ સુધી 3 દિવસ સુધી તેના પેટમાં હતો. ગ્લાસનોઅમુક ભાગ તૂટેલો હોય તેવું લાગે છે, માટે તે ડૉક્ટરે કાપીને કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ન નીકળતા ઓપરેશન કરવું પડ્યું હતું.
  • પ્રથમવાર ચોંકાવી દેવી તેવી ઘટના સામે આવી છે કે યુવકે પેટમાં ગ્લાસ નાખી દેવાનીઘટના સામે આવી છે. આવી ઘટના બનવાના પાછળ અનેક કારણો છે. સેક્સ્યુઅલ વિચારમાં આવેશમાં આવીને પણ આવું કરી શકે, મળમાર્ગથી ખેંચીને કાઢવાનો પ્રયત્નકરેલ, પણ ગ્લાસ મોટો હોવાથી આવું શક્ય ન થતા અંતે ઓપરેશન કરી કાઢ્યો છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024