- જો આપ આઇટી અને બેન્કિંગ ક્ષેત્રમાં જોબ મેળવવા માંગો છો તો આ સમાચાર તમારા માટે મહત્વના સાબિત થઈ શકે છે.
- કારણ કે શિક્ષણ વિભાગ અને ગુજરાત યુનવર્સિટી દ્વારા યુનિવર્સિટીમાં 6 અને 7 ફેબ્રુઆરી મેગા જોબ ફેરનું આયોજન કરાયું છે. જેમાં 35 જેટલી કંપનીઓ દ્વારા 5900 જેટલી જગ્યાઓ માટે જોબ ઓફર કરાશે.

- અત્યાર ના સમયે દેશમાં આર્થિક મંદીનો દૌર ચાલી રહ્યો છે. ત્યારે જોબ મેળવવા કરતા ટકાવી રાખવી મુશ્કેલ છે તેવા સમયે શિક્ષણ વિભાગ અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગુજરાત યુનીવર્સીટીમાં બે દિવસ માટે જોબ ફેરનું આયોજન કરાયું છે. જેમાં 6 ફેબ્રુઆરી ના રોજ 15 જેટલી કંપનીઓ, અને 7 ફેબ્રુઆરી ના રોજ 19 કંપનીઓ કેમ્પસ ઇન્ટરવ્યુ માટે આવશે.જેમાં જાણીતી અગ્ર ગણ્ય આઇટી, બેન્કિંગ, ફાર્મા, ઓટો મોબાઈલ, ઇન્શ્યોરન્સ, કેમિકલ, વગેરે જેવી કંપનીઓ ઇન્ટરવ્યુ માટે આવશે.
- ગુજરાત યુનીવર્સીટીમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા 5 હજારથી વધુ વિદ્યાર્થીએ અત્યાર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
- આ જોબ ફેરમાં આઇટી ક્ષેત્રમાં 1100, બેન્કિંગ માં 1000 અને ફાર્મા કંપનીઓ માં 1000 જેટલી જગ્યામાં નોકરી મેળવવાની તક નોકરી મેળવવા ઇચ્છતા યુવાઓને મળશે.

- આ સમગ્ર પ્રોગ્રામ એમ. જી. સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ બી. કે. જૈન આ જોબ ફેરના પ્રોગ્રામ કો ઓર્ડીનેટ કરી રહ્યા છે.
- જોબ ફેરના ગુજરાત યુનિવર્સિટી ના પ્લેસમેન્ટ ઓફિસર ડો. કિંજલ દેસાઈ એ જણાવ્યું કે ગુજરાત યુનીવર્સીટી સંલગ્ન 22 થી વધુ કોલેજોમાં બીકોમ, બીએ, બીએસસી, બીસીએ,બીએસસી આઈટી, ડીપ્લોમા આઈટી, ડીપ્લોમા કમ્પ્યુટર, ડીપ્લોમા ઇસી, બીઈ આઈટી, બીઈ કમ્પ્યુટરના આખરી વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ વિદ્યાર્થીઓ હજુ ફાઇનલ યર માં અભ્યાસ કરે છે અને તેમને જોબ ઓફર થઈ રહી છે.

- યુવાઓ ને જોબ ઓફરની સાથે 12 હજાર થી 18 હજાર સુધીનો પગાર પણ ઓફર કરશે. જે લોકો ફ્રેશર છે તેઓ માટે નોકરી મેળવાની આ સુવર્ણ તક છે. આ જોબ ફેર માટે 5 હજાર યુવાઓ નું રજિસ્ટ્રેશન થઈ ગયું છે તેમ છતાં જે લોકો જોબ મેળવવા સ્પોટ પર આવશે તેઓ પણ આ જોબ ફેરમાં ભાગ લઈ શકશે.
- ગુજરાત યુનિવર્સિટીમાં દર વર્ષે 2 જોબ ફેર યોજવામાં આવે છે. જેમાં મોટી સખ્યામાં નોકરી મેળવવા ઈચ્છતા યુવાઓ ભાગ લે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News