ધો. 12 કોમર્સના વિદ્યાર્થીઓ સુરતની ઘટનામાં મૃતક વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપી.
ગુજરાત ઉચ્ચતર માધ્યમિકના ધોરણ 12 કોમર્સનું આજે પરિણામ જાહેર થયું. પાલડી વિસ્તારમાં આવેલા સંસ્કાર કેન્દ્ર ખાતે શહેરના ટોપર્સ ભેગા થયા હતા. જોકે, વિદ્યાર્થીઓએ આજે પોતાના પરિણામની ઉજવણી કરવાને બદલે સુરતની ગોઝારી ઘટનામાં મૃતકને શ્રદ્ધાંજલિ આપી હતી.
સુરતના સરથાણામાં આવેલા એક ટ્યુશન ક્લાસીસમાં ગઇ કાલે લાગેલી આગમાં 19 વિદ્યાર્થીઓ જીવતા હોમાયા હતા. ગઇ કાલની ઘટનામાં મૃત્યુ પામેલ વિદ્યાર્થીઓમાંથી પાંચ વિદ્યાર્થીઓનું આજે પરિણામ આવ્યું હતું. જેમાં કૃતિ નામની વિદ્યાર્થિનીને ધો. 12માં 90.22 પર્સાઇન્ટાઇલ આવ્યાં છે.
તમને જણાવી દઈએ કે તક્ષશિલા આર્કેડમાં ઉપરના માળે ક્રિએટર ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈનર ક્લાસીસ ચાલતાં હતાં. આગ લાગ્યા બાદ ઘણા બાળકોને રસ્તો ન મળતાં અથવા તો મૂંજવણ ભરી સ્થિતીમાં મુકાઈ જતાં બાળકોએ ઉપરથી નીચે કુદકા લગાવી દીધા હતાં. જેથી ઉપરથી કુદનારાઓને ઈજાઓ પહોંચતા સારવાર માટે સ્મિમેર અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.