Ahmedabad

Ahmedabad

અમદાવાદ (Ahmedabad) માં નરોડા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ દહેજના ત્રાસથી આત્મહત્યા કરી લેવાની ઘટના બની છે. તેના પતિ અને સાસરિયા વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી છે..

મળતી માહિતી પ્રમાણે વર્ષ 2018માં નરોડા વિસ્તારમાં રહેતા સુરેશસિંહ સોલંકી સાથે દશરથબાના લગ્ન થયા હતા. લગ્નના 1 વર્ષ સુધી તેના સાસરિયાઓએ તેને સારી રીતે રાખી હતી. પરંતુ બાદમાં દહેજના નામે શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં પરિણીતાને માર પણ મારવામાં આવતો હતો.

આ પણ જુઓ : અમદાવાદમાં આઇસર, ટ્રક અને બસ વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો

દશરથબા થોડા સમય પહેલા તેના પિયરમાં ચાલ્યા ગયા હતા. સાસરિયાઓએ કહ્યું હતું કે જો દાગીના લઈને આવીશ તો જ સાસરીમાં આવવા દઈશું. જેથી દશરથબાના પિતાએ સગવડ થયે દાગીના કરી આપશું તેવી ખાતરી આપી દીકરીને સાસરીમાં મોકલી હતી. પરંતુ ત્યારબાદ પણ સાસરિયાના લોકોનો ત્રાસ ચાલુ રહેતા આખરે દશરથબાએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024