અમદાવાદના JCP વિપુલ અગ્રવાલ CBSEના પરિણામને લઇને લાલઘૂમ, જાણો વિગતે.
- આજરોજ CBSEની પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. કુલ 91.1% સ્ટુડન્ટ્સ પાસ થયા છે. એમાં 13 સ્ટુડન્ટ્સે 500 માંથી 499 માર્ક્સ લાવ્યાં છે. અમદાવાદના JCP વિપુલ અગ્રવાલે પોતાની દીકરીની સ્કૂલ સામે રોષ ઠાલવ્યો છે.
My email message to Chairman, CBSE. Please RT widely so that some effective action is taken by CBSE to prevent injustice to studentshttps://t.co/oCjyc6I8yp
— Vipul Aggarwal IPS (@ipsvipul_) May 7, 2019
- અમદાવાદના જેસીપી વિપુલ અગ્રવાલે આજે એક ટ્વિટે કરી તમામનું ધ્યાન ખેંચ્યું છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રચના સ્કૂલ સામે CBSEમાં ફરિયાદ કરવામાં આવી છે. વિપુલ અગ્રવાલની પુત્રીએ CBSEની ધોરણ-10ની પરીક્ષામાં 89.60 ટકા માર્ક્સ્ મેળવ્યા છે, ત્યારે અગ્રવાલે આજે સીબીએસઇને એક પત્ર લખીને રોષ ઠાલવ્યો છે. અગ્રવાલે સ્કૂલ તરફથી તેમની દીકરીને આપવામાં આવેલા પ્રેક્ટિકલ માર્ક્સમાં વાંધો પડ્યો છે. આ મામલે
- વિપુલ અગ્રવાલે એક ટ્વિટ પણ કર્યું છે.
My email message to Chairman, CBSE. Please RT widely so that some effective action is taken by CBSE to prevent injustice to studentshttps://t.co/oCjyc6I8yp
— Vipul Aggarwal IPS (@ipsvipul_) May 7, 2019
- JCP વિપુલ અગ્રવાલે ટ્વિટ બાદ જણાવ્યું હતું કે, CBSEની સ્કૂલને પ્રેક્ટિકલ માર્ક્સ આપવાની મંજૂરી ન હોવી જોઈએ. તેમને જણાવ્યું પ્રેક્ટિકલ માર્કસ આપવાની પદ્ધતિથી ઘણા ખરા વિદ્યાર્થીઓને નુકસાન થઇ રહ્યું છે.
- JCP વિપુલ અગ્રવાલે લખેલા પત્રમાં લખ્યું છે કે, મારી પુત્રી સત્વિકા અગ્રવાલ અમદાવાદના શાહીબાગ ખાતે આવેલી રચના સ્કૂલ ખાતે અભ્યાસ કરે છે. તેણે ચાલુ વર્ષમાં ધોરણ-10ની પરીક્ષા આપી હતી. તેણીએ પરીક્ષામાં 448/500 માર્ક્સ મેળવ્યા છે. અગ્રવાલે પોતાની ટ્વિટમાં દીકરીની માર્કશીટ પણ જોડી છે.
- અગ્રવાલે જણાવ્યું કે, દીકરીને સ્કૂલ તરફથી આંતરિક મુલ્યાંકનમાં અંગ્રેજી વિષયમાં 17, હિન્દીમાં 17, ગણિતમાં 15, વિજ્ઞાનમાં 17, સામાજિક વિજ્ઞાનમાં 18 માર્ક્સ આપવામાં આવ્યા છે. સ્કૂલ તરફથી આંતરિક મુલ્યાંકનમાં આઈપીએસની દીકરીને કુલ 84 ટકા માર્ક્સ પ્રાપ્ત થયા છે.
- બીજીબાજુ લેખિત પરીક્ષામાં તેણીએ 91 ટકા માર્ક્સ મેળવ્યા છે. સરવાળે તેણીનું પરિણામ 86.60 ટકા થાય છે. દીકરીએ જેટલા માર્ક્સ થિયરીમાં મેળવ્યા છે તેની સરખામણીમાં સ્કૂલ તરફથી આંતરિક મુલ્યાંકનના માર્ક્સ ઓછા આપવામાં આવ્યા છે. તેના લીધે દીકરીનું પરિણામ ઓછું આવ્યું હોવાનું જણાવ્યું છે.
- આ સાથે જ આઈપીએસ અધિકારી તરફથી આંતરિક મુલ્યાંકન પદ્ધતિને તાત્કાલિક અથવા તબક્કાવાર રદ કરવાની માંગણી કરી છે.