અંબાજીનો મહાપ્રસાદ 50 ટકા મોંધો થયો.

પોસ્ટ કેવી લાગી?
 • અંબાજી મંદિર માં મોહનથાળ ના પ્રસાદમાં ટ્રસ્ટ દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે.
 • જે નાના 80 ગ્રામનાં પેકેટ ઉપર પાંચ રૂપિયાનો એટલે કે 50 ટકાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે.
 • હવે તમે આ મહાપ્રસાદનું પેકેટ 15 રૂપિયામાં લઇ શકશો.
 • યાત્રાધામ અંબાજીમાં મંદિરે દર્શન કરવા આવતા યાત્રિક અચૂક માતાજીનાં પ્રસાદ સ્વરૂપે મહોનથાળનાં પેકેટ સાથે લઈ જતા હોય છે.
 • આ પ્રસાદમાં ખાંડ, ઘી, ચણાનો લોટ મિશ્રીત કરીને મોહનથાળનો પ્રસાદ બનાવાતો હોય છે.
 • વર્ષોથી આ પ્રસાદનો સ્વાદ પણ એક સરખો જ જોવા મળતો હોય છે.
 • આ પ્રસાદનાં વિતરણની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ વર્ષે રૂપિયા 4 કરોડ જેટલી ખોટ ખાઈને કરતુ હતું.
 • હવે મંદિરે ટ્રસ્ટે પ્રસાદનાં ભાવમાં 50 ટકા જેટલો વધારો થયો છે.
 • જે 80 ગ્રામનું પેકેટ 10 રૂપિયામાં અપાતું હતું તેના હવે રૂપિયા 15 કરી દેવાયા છે.
 • ભાવવધારો પણ લાગુ કરી દેવાયો છે. જોકે, હાલમાં પ્રસાદની કાચી સામગ્રીનાં ભાવો વધતા પણ ટ્રસ્ટે આ ભાવ વધારો કરવાની ફરજ પડી હોય તેમ 50 ટકાનો ભાવ વધારો કરાયો છે. જેનાથી ટ્રસ્ટ હવે નુકશાની નહિ કરે.
 • અંબાજી મંદિર ટ્રસ્ટ પ્રસાદ માં દરવર્ષે અંદાજે રૂપિયા 4 કરોડ ઉપરાંત ની નુકસાની કરતુ હતું જયારે મોહનથાળ નો પ્રસાદ બનાવનાર એજન્સી જી.એસ.ટી સાથે 15.07 રૂપિયા નો ભાવ મંજુર કરાયો છે
 • જેમાં એજન્સી 7 પૈસા નું પેકેટ દીઠ નુકસાન વેઠી ને મંદિર ટ્રસ્ટ પાસે થી રૂપિયા 15 જ લેશે. જે નાથી અંબાજી મંદિર ટ્રસ્ટ ને વાર્ષિક રૂપિયા 6 કરોડ નો ફાયદો થશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures