America

  • અમેરિકા (America) માં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ ટ્રમ્પ પ્રશાસનના એક નિર્ણયના કારણે મુશ્કેલીમાં મુકાવાના છે.
  • અમેરિકન સરકારે કહ્યું છે કે, જે વિદ્યાર્થીઓના દરેક ક્લાસ ઓનલાઈન ચાલી રહ્યા છે તેમણે તેમના દેશ પરત ફરવું પડશે.
  • ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયથી કુલ 10 લાખ વિદ્યાર્થીઓને મુશ્કેલી થશે.
  • તેમા 2 લાખથી વધારે ભારતીય છે. અહીં સૌથી વધારે વિદ્યાર્થીઓ ચીનથી આવે છે. ત્યારપછી બીજા ક્રમે ભારતીયો છે.
  • ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન સ્ટૂડન્ટ્સ માટે F-1 અને M-1 કેટેગરીના વિઝા આપવામાં આવે છે.
  • અમેરિકા (America) માં સપ્ટેમ્બરથી શાળા-કોલેજો શરૂ કરવાની જિદ પર અડગ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે વિદેશી વિદ્યાર્થીઓને મ્હોરું બનાવ્યા હતા.
  • ટ્રમ્પ સરકારે એ તમામ વિદેશી વિદ્યાર્થીઓને દેશ છોડી જવા આદેશ કર્યો હતો જે સંપૂર્ણપણે ઓનલાઈન ક્લાસ એટેન્ડ કરી રહ્યા છે.
  • અમેરિકી યુનિવર્સિટીઓના સંગઠન અમેરિકન કાઉન્સિલ ઓન એજ્યુકેશને આ આદેશને ભયાવહ ગણાવ્યો હતો. 
  • અમેરિકી યુનિવર્સિટીમાં એડમિશન મેળવી ચૂકેલા જે વિદ્યાર્થીઓના ક્લાસ ફક્ત ઓનલાઈન ચાલી રહ્યા છે તેમને એફ-1 કે એમ-1 વિઝા નહીં મળે. 
  • એવા લોકો જો એફ-1 કે એમ-1 વિઝા મેળવી ચૂક્યા છે તો તેમને તેના આધારે અમેરિકા (America) માં પ્રવેશવા નહીં દેવાય.
  • જો આવા વિદ્યાર્થીઓ અમેરિકામાં રહે છે તો આગામી સેમેસ્ટરથી તેમનું એફ-1 કે એમ-1 સ્ટેટસ સમાપ્ત કરી ડિપોર્ટ કરી દેવાશે.
  • નિર્દેશ એ વિદ્યાર્થીઓને પ્રભાવિત નહીં કરે જે વ્યક્તિગત રૂપે ક્લાસમાં જઈ રહ્યા છે.
  • ઓનલાઈન અને વ્યક્તિગત બંને પ્રકારના ક્લાસમાં જનારા વિદ્યાર્થીઓ પર પણ તેની અસર નહીં થાય.
  • એમ-1 વોકેશનલ પ્રોગ્રામના વિદ્યાર્થીઓ અને એફ-1 અંગ્રેજી ભાષા પ્રશિક્ષણના વિદ્યાર્થીઓને પણ કોઈ પણ ઓનલાઈન ક્લાસની મંજૂરી નહીં મળે.
  • ઈમિગ્રેશન એટર્ની સાયરસ મહેતા અનુસાર ટ્રમ્પ સરકાર વિદેશી વિદ્યાર્થીઓ પર દબાણ બનાવી રહી છે કે તે અસુરક્ષિત માહોલમાં ભણવા માટે યુનિવર્સિટી આવે જેથી કોલેજ-યુનિવર્સિટીઓ શરૂ થઈ શકે.
  • નવા આદેશમાં વિદેશી વિદ્યાર્થીઓને ઓનલાઈન અને વ્યક્તિગત હાજરીવાળા ક્લાસમાં મિશ્ર મોડલ પર અમેરિકામાં રહેવાની છૂટ અપાઈ છે. 
  • અમેરિકી શિક્ષણ સંસ્થાઓ વિદેશી વિદ્યાર્થી પાસેથી વર્ષે 3 લાખ કરોડ કમાય છે આથી તેમના પર કેમ્પસમાં ભણાવવાનું દબાણ વધશે.
  • હાર્વર્ડ સહિત કેટલીક યુનિ.એ ઓનલાઈન કોર્સ શરૂ કર્યા છે. તેમાં ભણનારાએ પરત ફરવું પડશે.
  • ટ્રમ્પ સરકારના આદેશ પર હજારો ભારતીય વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા.
  • કોલંબિયા યુનિવર્સિટીમાં સ્પેશિયાલાઈઝ્ડ પ્રોગ્રામ માટે આવેલા એન્જિનિયર અલી ઈરશાદનું સેશન એપ્રિલમાં શરૂ થયું હતું.
  • ત્યારથી ક્લાસનું આયોજન ઓનલાઈન થઈ રહ્યું છે. તે કહે છે કે અમને ખબર જ નથી કે આગામી સેમેસ્ટરમાં ઓનલાઈન ક્લાસ ચાલશે કે નહીં?
  • માની લો કે જો ઓનલાઈન  ક્લાસ જ ચાલશે તો અમે શું કરીશું? શિક્ષણમાં આટલું રોકાણ કર્યા બાદ અમે ઘરે પાછા કઈ રીતે જઈ શકીએ?  
  • જો ક્લાસ ઓનલાઈન જ ચાલશે તો તેના જેવા હજારો વિદ્યાર્થીઓ પાછા નહીં ફરી શકે.
  • સંગઠન અનુસાર તેના લીધે સ્કૂલ-કોલેજ મહામારી વચ્ચે કેમ્પસ ખોલવા મજબૂર થશે, કેમ કે વિદેશી વિદ્યાર્થીઓ કોલેજ-યુનિવર્સિટીઓ માટે કમાણીના મોટા માધ્યમ છે.
  • આ આદેશથી વિદેશી વિદ્યાર્થીઓ ફફડી ઊઠ્યા છે.
  • જ્યારે યુનિવર્સિટીઓ નફા-નુકસાનની ગણતરીમાં વ્યસ્ત થઇ ગઈ છે.  
  • અમેરિકાના ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ(આઈસીઈ)એ સોમવારે કહ્યું હતું કે સંપૂર્ણપણે ઓનલાઇન સંચાલિત સ્કૂલોમાં ક્લાસ એટેન્ડ કરી રહેલા બિન અપ્રવાસી એફ-1  અને એમ-1 વિદ્યાર્થીઓ અમેરિકામાં ના રહી શકે.
  • આદેશ અનુસાર આવા વિદ્યાર્થીઓ અમેરિકા નહીં છોડે તો તેમને બળજબરીપૂર્વક તગેડી મૂકવામાં આવશે.
  • કાયદેસર રીતે અમેરિકામાં રહેવા માટે તેમણે એવી સ્કૂલોમાં ટ્રાન્સફર કરાવવું પડશે જ્યાં વ્યક્તિગત રીતે ક્લાસનું આયોજન થઇ રહ્યું હોય. 
  • અમેરિકી યુનિવર્સિટીઓ માટે વિદેશી વિદ્યાર્થીઓ કમાણીનું મોટું માધ્યમ છે.
  • આ લોકો અમેરિકીઓ કરતાં વધારે ટ્યૂશન ફી વસૂલે છે.
  • 2019માં અમેરિકાની કોલેજોમાં 5.5% વિદેશી વિદ્યાર્થી હતા.
  • તેમણે 3.07 લાખ કરોડ રૂપિયા ફી તરીકે ચૂકવ્યા.
  • અમેરિકા (America) માં વિદેશી વિદ્યાર્થીઓમાં સૌથી વધુ સંખ્યા ચીનની છે.
  • 2019માં આશરે 3.70 લાખ વિદ્યાર્થીઓ ચીનના હતા.
  • જ્યારે ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા બે લાખથી વધુ હતી.
  • ટ્રમ્પ સારી રીતે જાણે છે કે કોઈ પણ યુનિવર્સિટી કે કોલેજ કમાણીનું આટલું મોટું સ્ત્રોત ગુમાવવા નહીં ઈચ્છે. એવામાં કેમ્પસ ખોલવા પર તે મજબૂર થશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024