Encounter
- કાનપુરના બિકરુ ગામમાં સીઓ સહિત આઠ પોલીસકર્મીઓની હત્યા કરનારો ગેંગસ્ટર વિકાસ દુબે શુક્રવારે સવારે એન્કાઉન્ટર (Encounter) માં ઠાર મરાયો છે.
- યુપી STFની ટીમ તેને ઉજ્જૈનથી ટ્રાંજિટ રિમાંડ પર કાનપુર લઈ જઈ રહી હતી.
- પરંતુ શહેરથી 17 કિમી પહેલા સવારે 6.30 વાગ્યે કાફલાની એક ગાડી પલટી ખાઈ ગઈ હતી.
- આ તકનો લાભ લઈ ભાગી જવાના પ્રયાસમાં વિકાસ દુબેની એન્કાઉટર (Encounter) માં મોત થયું છે.

- એસઅસપીએ જણાવ્યું કે, ગેંગસ્ટર વિકાસ દુબે (Vikas Dubey)ને લાવી રહેલી ગાડી પલટી ખાઈ ગઈ હતી.
- તે કોઈક રીતે બહાર આવી ગયો અને ઘાયલ સિપાહીની પિસ્તોલ છીનવીને ભાગવા લાગ્યો.
- એસટીએફના જવાનોએ તાત્કાલિક મોરચો સંભાળી લીધો.
- બીજી તરફ, કાનપુરના એસપીએ જણાવ્યું કે વિકાસ દુબેને સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું હતું,
- પરંતુ તેણે ફાયરિંગ શરૂ કરી દીધું. જવાબી ફાયરિંગમાં તે ઠાર મારાયો.
- આ એન્કાઉન્ટર (Encounter) માં એસએસપીના 4 સિપાહીઓ પણ ઘાયલ થવાના અહેવાલ છે.

- મળતી માહિતી મુજબ, ગાડીમાં વિકાસ વચ્ચે બેઠો હતો.
- તેની આજુબાજુમાં કમાન્ડો બેઠા હતા.
- જ્યારે ગાડી પલટી ગઈ તો તેણે તક જોઈ ઘાયલ કમાન્ડો પાસેથી હથિયાર છીનવી ભાગવાનો પ્રયાસ કર્યો જેમાં તે ઠાર મરાયો.
- વિકાસ દુબે ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં તે મૃત જાહેર થયો હતો.
- પોલીસે પણ આ વાતની પુષ્ટિ કરી દીધી છે.
- વિકાસ દુબેના મોત થવાના સમાચાર સાંભળી તેના ગામમાં ખૂશીનો માહોલ છે.
- ગામ લોકોનું કહેવું છે કે એક આતંકી માર્યો ગયો.
- લોકોનું કહેવું છે કે વિકાસ દુબેનું 25 વર્ષથી એક જ કામ હતું બીજાઓની જમીન પર કબજો કરવો એન કોઈને પણ ઉઠાવી લેવા.
- નોંધનીય છે કે, ગુરુવારે ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાંથી નાટકીય રીતે વિકાસ દુબેની ધરપકડ કરવામાં આવી હતી.
- તેને ઉજ્જૈનથી કાનપુર લઈ જતી વખતે હાઈવે પર ગાડી પલટી ખાધા બાદ ભાગવાના પ્રયાસમાં તેનું એન્કાઉન્ટર (Encounter) થઈ ગયું.