- ‘નિસર્ગ’ વાવાઝોડાને કારણે સમગ્ર ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટો આવેલ છે.
- અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણ પલટાયું હોવાથી બાયડ અને માલપુરમાં રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.
- માલપુર તાલુકામાં ૩ મીમી વરસાદ પડ્યો હતો. અને બાયડ તાલુકામાં બાજરીના પાકને ઘણું નુકસાન થયું છે.
- તેમજ ભારે પવન સાથે વરસાદ આવતાં બાજરીનો ઉભો પાક આડો પડી ગયો હતો.
- તાપી જિલ્લાના વ્યારા વાલોડ સહિતના તાલુકાના ઘણાં વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તથા વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ પણ પડ્યો હતો.
- તેમજ નવસારી જીલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમાં ‘નિસર્ગ’ વાવાઝોડાની અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે.
આ પણ વાંચો: છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોના સંક્રમિતોની સૌથી વધુ સંખ્યા.
- વાવાઝોડાની અસરને કારણે દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. અને નવસારી જીલ્લાના 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
- ગણદેવી તાલુકાના ગામો અને જલાલપોર તાલુકાના ગામોને એલર્ટમાં મુકાયા છે.
- નવસારી જીલ્લામાં 1 NDRFની ટીમ, 1 SDRFની ટીમને તૈનાત કરાવામાં આવી છે.
- મહીસાગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 2થી 17 મીમી સુધીનો વરસાદ પડ્યો છે.
- તથા ડાણામાં 17 મી.મી, લુણાવાડામાં 2 મી.મી, સંતરામપુરમાં 2 મી.મી અને ખાનપુરમાં 7 મી.મી. વરસાદ પડ્યો હતો.
- દાહોદના સંજેલી, ફતેપુરામાં મધરાત્રે મેધરાજાની પધરામણી થઇ હતી.
- વીજળીના કડાકા સાથે મેઘરાજાની પધરામણી થઈ હતી.
- સંજેલી સહિતના કેટલાક વિસ્તારમાં કલાકો સુધી વીજળી જતી રહી હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News