• સુપ્રીમ કોર્ટની 5 સભ્યોની બેન્ચ આજે અયોધ્યા મામલે ઐતિહાસીક ચુકાદો આપ્યો છે. બેન્ચના અધ્યક્ષ CJIએ 45 મિનિટ સુધી ચુકાદો વાંચ્યો હતો અને કહ્યું હતું કે મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવામાં આવે અને તેની યોજના 3 મહિનામાં તૈયાર કરવામાં આવશે. પીઠે કહ્યું છે કે, મુસ્લિમ પક્ષને મસ્જિદ નિર્માણ માટે અયોધ્યામાં જ 5 એકર વૈકલ્પિક જમીન ફાળવવામાં આવશે.
 • સીજેઆઈ ગોગોઈએ કહ્યું, હિન્દુ-મુસ્લિમ વિવાદિત સ્થાનને જન્મભૂમિ માને છે પરંતુ આસ્થાથી માલિકી હક નક્કી ન કરી શકાય. પીઠે કહ્યું, તોડી પાડવામાં આવેલું માળખું જ રામનું જન્મસ્થાન છે, હિન્દુઓની આ આસ્થા નિર્વિવાદિત છે.
 • ચીફ જસ્ટિસે શિયા-સુન્ની વક્ફ બોર્ડની અરજી ફગાવી દીધી છે. નોંધનીય છે કે બેન્ચે 40 દિવસ સુધી હિન્દુ અને મુસ્લિમ પક્ષની દલીલ સાંભળ્યા બાદ 16 ઓક્ટોબરે ચૂકાદો અનામત રાખ્યો હતો.
 • વિવાદીત જમીન રામલલા બિરાજમાનને આપવામાં આવી -CJI
 • રામલલાને વિવાદિત જમીન માટે ટ્રસ્ટ તૈયાર કરવામાં આવે -CJI
 • મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટ તૈયાર કરવામાં આવે -CJI
 • જેઆઈ રંજન ગોગોઈએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર ત્રણ મહિનામાં યોજના તૈયાર કરે
 • બંધારણની દૃષ્ટીએ સૌની આસ્થા સમાન છે-CJI
 • કોર્ટ આસ્થા નહીં પુરાવાના આધારે નિર્ણયો કરે છેમ
 • દરનો ભાગ વિવાદીત છે. હિંદુ પક્ષે બહારના હિસ્સા પર દાવેદારી સાબિત કરી છે-CJI
 • સુન્ની વકફ બૉર્ડને પાંચ એકર જમીન આપવામાં આવે, આ જમીન અધિગ્રહીત હોય અને અયોધ્યામાં ક્યાંય પણ આપવામાં આવે- -CJI
 • પ્રાચીન યાત્રીઓએ જન્મભૂમિનો ઉલ્લેખ કર્યો છે.
 • 1949 સુધી મુસ્લિમો મસ્જિદમાં નમાઝ અદા કરતા હતા-CJI
 • સમાનતા સંવિઘાનનો મૂળ આત્મા છે -CJI
 • સીજેઆઈ રંજગન ગોગોઈએ જણાવ્યું કે એ.એસ.આ.ઈનો નિષ્કર્ષ છે કે મંદીર તોડીને મસ્જિદ નથી બનાવાઈ
 • સુન્ની વકફ બૉર્ડનો દાવો વિચાર યોગ્ય
 • હિંદુ પક્ષે અનેક ઐતિહાસિક સબુતો આપ્યા -સીજેઆઈ
 • સીજેઆઈ રંજન ગોગોઈએ ઐતિહાસીક નિર્ણય સંભળાવતા જણાવ્યું કે તમામ ધર્મોને સમાન નજરથી જોવો સરકારનું કામ છે. અદાલત આસ્થાની ઉપર એક ધર્મ નિરપેક્ષ સંસ્થા છે. 1949માં અડધી રાત્રે પ્રતિમા રાખવામાં આવી
 • સી.જે. આઈ. એ જણાવ્યું કે ઇતિહાસ મહત્ત્વપૂર્ણ છે તેમ છતાં કાયદો સૌથી ઉપર છે. તમામ જજો કોમન સહમતીથી નિર્ણય લીધો છે.
 • આસ્થા પર જમીનની માલિકીના હકનો નિર્ણય નથી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.