HNGU
હેમચન્દ્રાચાર્ય યુનિવર્સિટી (HNGU) ના કુલપતિ દ્વારા છાત્રો અને એબીવીપીની માંગણીને લઇ ઓનલાઇન અને ઓફલાઈન બન્ને પરીક્ષાના વિકલ્પ આપતા વિવાદ સર્જાયો હતો. જેથી આ વિવાદના નિવારણ માટે તાત્કાલિક રજાને દિવસે ઇસી બેઠક બોલાવવામાં આવી હતી.
આ બેઠકમાં ઇસી સભ્યો અને સિનિયર પ્રિન્સિપાલો દ્વારા ચર્ચા બાદ કુલપતિએ લીધેલ વિકલ્પનો નિર્ણય રદ કરી અગાઉ નક્કી કરેલ ઓફલાઈન પરીક્ષા લેવા નિર્ણય કરાયો હતો. ફક્ત સ્નાતક સેમ-1 અને 3 ની જ પરીક્ષા ઓનલાઇન લેવાશે અન્ય તમામ સેમિસ્ટરોની પરીક્ષા ઓફલાઈન જ લેવાશે.
આ પણ જુઓ : રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં 3 ગુજરાતીના કમકમાટીભર્યા મોત
તેને લઈ બે દિવસમાં રજીસ્ટ્રેશન થયેલ 4500 છાત્રોના રજીસ્ટ્રેશન પણ રદ કર્યા છે. કુલપતિના નિર્ણયને લઇ સમગ્ર મામલો ગોથે ચડતા ભવિષ્યમાં કુલપતિ કોઈપણ નિર્ણય વિચારણા વગર ન કરે તેવા શૈક્ષણિક તજજ્ઞો મત વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.
3 તબક્કામાં ઓફલાઈન પરીક્ષા લેવાશે. 28 ડિસેમ્બરથી સ્નાતક પરીક્ષાઓ શરૂ થશે. સેમ-5ની બી.કોમ બી.એસ.સી, બી.એસ.સી હોમ સાયન્સ, બીબીએ , બીસીએ, એમસીએ, એમ.સી.એ ઇન્ટીગ્રેટેડ, એમએસસીઆઈટી, બીઆરએસ, બીએસડબ્લ્યુ, બીપીએડ 30 ડિસેમ્બરથી પરીક્ષાઓ શરૂ થશે.
સેમ 3ની એલએલબી, બીએડ, સ્પે.બીએડ, બીપીએડ 3 -6 જાન્યુ.2021થી પરીક્ષાઓ શરૂ થશે. બી.એ સેમ -5ની 3 ગ્રુપમાં વિષય પ્રમાણે પરીક્ષા શરૂ થશે. અનુસ્નાતકની 18 – જાન્યુઆરીથી શરૂ થશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.