બલવંતસિંહ રાજપૂતે જાહેરસભાઓ સંબોધી ભાજપના ઉમેદવાર અલ્પેશભાઈ ઠાકોરને જીતાડવા અપીલ કરી.

આજરોજ રાધનપુર પેટા ચૂંટણી અંતર્ગત ભદ્રાડા, રાજપુરા, સિગોતરીયા, અનવરપુરા, કોડધા તથા રાકુ ગામ ખાતે ગુજરાત જીઆઈડીસી ચેરમેનશ્રી માનનીય બલવંતસિંહ રાજપૂત સાહેબે જાહેરસભાઓ સંબોધી ભાજપના ઉમેદવાર શ્રી અલ્પેશભાઈ ઠાકોરને જંગી વોટીંગ કરી મોટી લીડથી જીતાડવા અપીલ કરી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્યશ્રી નાગરજી ઠાકોર, પૂર્વ ધારાસભ્યશ્રી લવિંગજી ઠાકોર, ડૉ. ગોવિંદભાઈ ઠાકોર, પાટણ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી વિનુભાઈ પ્રજાપતિ, શ્રી દસરથજી ઠાકોર, શ્રી વિક્રમસિંહ ઠાકોર, શ્રી જસુભાઇ પટેલ, શ્રી દસરથસિંહ રાજપૂત વિગેરે મહાનુભાવો તથા કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતાં.