BCCI

BCCI

BCCI એ સિનિયર પસંદગી સમિતિના નવા સભ્યોની જાહેરાત કરી દીધી છે. ક્રિકેટ સલાહકાર સમિતિએ ચેતન શર્મા, એબે કુરુવિલા અને દેબાશિષ મોહંતી આ ત્રણ ખેલાડીઓનું નામ સિલેક્શન કમિટિના સભ્ય માટે આગળ કર્યું છે.

BCCIની સિનિયર રાષ્ટ્રીય પસંદગી સમિતિના નવા અધ્યક્ષ પૂર્વ ભારતીય ઝડપી બોલર ચેતન શર્મા હશે. ચેતન શર્મા મુખ્ય પસંદગીકર્તા તરીકે સુનિલ જોષીનું સ્થાન લેશે. ચૂંટાયેલા ત્રણેય સભ્યો હાલના સભ્ય સુનિલ જોષી અને હરવિંદર સિંહ સાથે મળીને કામ કરશે.

આ પણ જુઓ : ઝાડયસની વેક્સીનનું ત્રીજા ફેઝનું ટ્રાયલ 30 હજાર સ્વંયસેવકો પર કરાશે

BCCI સેક્રેટરી જય શાહે કહ્યું, CACના સભ્ય મદનલાલ, આરપી સિંહ અને સુલક્ષણા નાયક વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મળ્યા. ત્રણેયે મળીને સિનિયર પસંદગી સમિતિ માટે ચેતન શર્મા, એબે કુરુવિલા અને દેબાશીષ મોહંતીના નામની ભલામણ કરી.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024