Azharuddin
ક્રિકેટ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન (Azharuddin) ની અકસ્માત નડ્યો છે. આ દૂર્ઘટનામાં અઝહરુદ્દીનનો જીવ માંડ માંડ બચ્યો છે. આ દૂર્ઘટના રાજસ્થાન નજીક લાલસોટ કોટા મેગા હાઈવે પર સૂરવાલ નજીક થયો છે. મોહમ્મદ અઝહરુદ્દીન પોતાના પરિવારની સાથે રણથંભૌર જઈ રહ્યાં હતા, ત્યારે આ દૂર્ઘટના થઈ.
માહિતી મુજબ કારમાં ચાર લોકો સવાર હતા. કારનું પાછલું ટાયર ફાટી જતા, કાર કંટ્રોલ બહાર થઈ ગઈ હતી અને ફુલ મોહમ્મદ ચોક પર પલટી મારી ગઈ હતી. જે બાદ કાર રોંગ સાઈડ પર જતી રહી અને રસ્તાની સાઈડમાં આવેલા એક ઢાબામાં કાર ઘૂસી ગઈ હતી.
આ પણ જુઓ : સાંતલપુર : સાંતલપુર સિંઘાડા પાટિયા પાસે અર્ટિકાં ગાડી ને નડયો અકસ્માત.
ઢાબામાં કામ કરી રહેલો એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો. ઘાયલ યુવકને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અઝહરુદ્દીનની સાથે આવી રહેલી વ્યક્તિને સામાન્ય ઈજા થઈ છે. અકસ્માત બાદ બીજી કારથી મોહમ્મદ અઝહરુદ્દીનને હોટલ પહોંચાડવામાં આવ્યા.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.