• આકાશગંગાના સૌથી ચમકતા તારામાંથી એક તારો બીટલગ્યૂઝ હવે તેની ચમક ગુમાવવા જઈ રહ્યો છે. બીટલગ્યૂઝ, લાલ રંગનો તારો છે જે ઓરિયન તારામંડળ નો ભાગ છે. આ તારો હવે સુપરનોવા તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. આથી તેમાં વિસ્ફોટની સંભાવના છે. સુપરનોવા એક શક્તિશાળી તારાકીય વિસ્ફોટ છે, જેના કારણે તારો હંમેશ માટે ખતમ થઈ જાય છે.છેલ્લા થોડા મહિનાઓમાં બીટલગ્યૂઝની ચમક ઓછી થવાને કારણે તેને 12માં સૌથી ચમકતા તારામાંથી હટાવીને 20માં સ્થાન પર મૂકવામાં આવ્યો હતો.
  • સૂરજથી હજાર ગણો મોટો છે બીટલગ્યૂઝ,મોટાભાગના ખગોળશાસ્ત્રીઓનું માનવું છે કે બીટલગ્યૂઝ પોતાના પતન તરફ આગળ વધી રહ્યો છે. બીટલગ્યૂઝ સૂરજની સરખામણીમાં હજાર ગણો મોટો છે. જો તે આપણા સૌરમંડળમાં પ્રવેશ કરે તો ગુરુગ્રહની કક્ષાથી પણ મોટો બને. આ જ કારણે છે કે મોટાભાગના ખગોળશાસ્ત્રીઓ તેને ‘સુપરજાયન્ટ્સ’ કહે છે. આ પ્રકારના તારા ખૂબ જ તેજ ગતિએ આગળ વધે છે અને વિસ્ફોટ સાથે તેનો અંત આવે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024