- શુક્રવાર તા.29/05/2020 ના રોજ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભંવરલાલ શર્માનું નિધન થયું
- પી.એમ મોદી, અમિત શાહ, મુખ્યમંત્રી અશોક ગહલોત, પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સહિત તમામ નેતાઓએ તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે.
- પીએમ મોદીએ ભંવરલાલ શર્માનું નિધનપર દુખ વ્યક્ત કરતા ટ્વિટ કરતા કહ્યું કે,
- “ભંવરલાલ શર્મા જીના નિધનથી ખૂબ દુખ થયું. રાજસ્થાનમાં પાર્ટીને મજબૂત બનાવવામાં તેમની મુખ્ય ભૂમિકા રહી છે. તેમનું જીવન નિસ્વાર્થ અને સાદગીપૂર્ણ હતું. તેમના પરિવાર અને શુભચિંતકો માટે સંવેદના પ્રકટ કરુ છું. ઓમ શાંતિ.”
Anguished by the passing away of Shri Bhanwar Lal Sharma Ji. His role in strengthening the Party in Rajasthan was extremely valuable. Simplicity and selflessness came naturally to him. Condolences to his family and well wishers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) May 29, 2020
- ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે , ‘પાર્ટીના વરિષ્ઠ નેતા અને BJP રાજસ્થાનના પૂર્વ અધ્યક્ષ શ્રી ભંવરલાલ શર્મા જીના નિધનની ખબરથી ખૂબ જ દુખ થયું.
- જનસંઘથી લઈને BJP સુધી સંગઠન અને જનસેવા માટે તેમનો સંઘર્ષ દરેક કાર્યકર્તાઓ માટે પ્રેરણા છે.
- હું તેમના પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરૂ છું. ॐ શાંતિ શાંતિ.’
- રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું,
- ‘ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી ભંવર લાલ શર્માના નિધનના સમાચાર દુખદ છે. આ કઠિન સમયમાં મારી સંવેદનાઓ શોક પરિજનો સાથે છે.’
- ભાજપના પ્રદેશ અધ્યક્ષ પૂનિયાએ પોતાના શોક સંદેશમાં જણાવ્યું કે,
- શર્માએ રાજકારણમાં એક મિસાલ કાયમ કરી હતી.
- સાદગી ઈમાનદારી અને સમયની પ્રતિબ્રદ્ધતા ભંવર લાલ શર્માની ઓળખ હતી.
- આમ તમામ નેતાઓએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News