ફાઈલ તસ્વીર
  • પાટણની ધારપુર જનરલ હોસ્પિટલમાં જુનિયર રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતાં ડૉ.નિધીનો કોરોના ટેસ્ટ પણ પોઝીટીવ આવ્યો હતો.
  • ધારપુર મેડિકલ કૉલેજમાં MBBS ના અભ્યાસ બાદ છેલ્લા છ મહિનાથી જનરલ હોસ્પિટલમાં જુનિયર રેસિડેન્ટ ડૉ.નિધીને જનરલ મેડિસીન વિભાગમાં ફરજ બજાવતી હતી.
  • ડ્યુટી પ્રમાણે તા.01 મેથી તા.15 મે સુધી તેમની ડ્યુટી આઈસોલેશન વોર્ડમાં હતી.
  • ડૉ.નિધીએ તા.16 મેના રોજ ડ્યુટી ક્વૉરન્ટાઈન થયા બાદ સૉર થ્રોટની સમસ્યા જણાતા હોસ્પિટલમાં સેમ્પલ આપ્યું. જેમાંતેમનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો.
  • કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ડૉ.નિધી જણાવે છે કે, પહેલી પાંચ મિનિટ માટે તો હું સ્તબ્ધ થઈ ગઈ હતી. પછી હિંમત આવી કે સારવાર કરનારા લોકો મારા હોસ્પિટલ પરિવારના લોકો જ છે. જો હું એકલી હોત તો ખબર નહીં હું આ પરિસ્થિતિનો કઈ રીતે સામનો કરત. પણ આર.એમ.ઓ. સર, મેડિકલ સુપ્રિટેન્ડન્ટ સર તથા સ્ટાફના મેન્ટલ અને સાઈકોલોજીકલ સપોર્ટથી મારી ચિંતા હળવી થઈ.
  • ડૉ.નિધીએ 10 દિવસની સારવાર બાદ તા.27 મેના રોજ ડિસ્ચાર્જ કરવામાં આવી હતી.
  • ત્યારબાદ ડૉ.નિધી હાલ તેમના વતન ઉપલેટા ખાતે હૉમ ક્વોરન્ટાઈન છે. 
  • ડૉ.નિધીના આ શબ્દો,“બસ આ હૉમ ક્વોરન્ટાઈનનો સમયગાળો પૂરો થવાની રાહ જોઉં છું. પછી ફરીથી ફરજ પર હાજર થઈ બમણા જુસ્સા સાથે કોરોના પોઝિટિવ દર્દીઓની સારવારમાં જોડાઈ જઈશ…” કોરોના વૉરિયર્સ અને સમાજનું ગૌરવ વધારે છે.
  • તે ઉપરાંત તે કહે છે કે મને એક ફાયદો એ થશે કે સારવાર દરમ્યાન દર્દીઓને સાંત્વના આપી શકીશ કે, હું પણ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ જીવન જીવી રહી છું અને તમે પણ મારી જેમ બહુ જલ્દી સ્વસ્થ થઈ જશો.
  • ડૉ.નિધી જણાવે છે કે, આયુર્વેદિક ઉકાળા અને અન્ય ઘરગથ્થુ ઉપચારો દ્વારા રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવો એ જ કોરોના વાયરસ સામે લડવાનો ઉત્તમ ઉપાય છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024