Gujarat
કોરોના મહામારી વચ્ચે ધીરેધીરે અર્થતંત્ર પાટા પર આવી રહ્યું છે. તેમજ જનજીવન પણ સામાન્ય બની રહ્યું છે. જેથી હવે સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા દિવાળી બાદ આવતી લગ્નની સીઝનને ધ્યાનમાં રાખી મોટી છૂટછાટ આપવામાં આવી છે.
લગ્ન સીઝનને લઈને ગુજરાત (Gujarat) સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે કે, રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં 100 ને બદલે 200 લોકોની છૂટછાટ આપવામાં આવી છે.
આ પણ જુઓ : અમદાવાદથી બેંગલોર જતી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત
આ છૂટછાટનો અમલ આવતીકાલે 3 નવેમ્બરથી રાજ્યભરમાં થશે. આ છૂટછાટમાં પણ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે. બંધ હોલમાં આવા સમારંભના કિસ્સામાં હોલની કેપેસિટીના 50 ટકા સુધી જ છૂટ અપાશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.