- તળાજા મહુવા હાઇવે પર પસ્વી ગામ નજીક હાઇવે પર પડેલા બંધ ટ્રક પાછળ ટ્રિપલ સવારી બાઈક ચાલકો ઘુસી ગયા હતા.
- ઘટનાસ્થળ પર જ બે યુવાન મિત્રોના મોત નીપજ્યા હતા.
- એકને ગંભીર હાલતમાં 108 મારફત તળાજા ખસેડવામાં આવ્યો હતો.
- વાડીએ પાર્ટી હોય હોટલ પર જમવાનું લેવા આવતા હતા અને આ સફર બે યુવકો માટે અંતિમ બની.
- મૃતક બંન્ને યુવાનો તળાજા તાલુકાના ભૂંગર ગામના રહેવાસી હતા.
- મળતી માહિતી અનુસાર તળાજા-મહુવા હાઇવે પર ટ્રક નં. જીજે 04 એક્સ 5914 બંધ પડ્યો હતો. આ ટ્રક પાછળ બાઈક નં.જીજે 04 એબી 9194 ઉપર સવાર થઈ આવતા ત્રણ મિત્રો બાઈક ચાલકને ખબર ન રહેતા બાઈક સાથે ટ્રકમાં ધડાકાભેર અથડાયા હતા.
- ઘટનાસ્થળ પર જ હકાભાઈ ભગવાનભાઈ ગઢવી અને હેમુભાઈ બાલાભાઈ લુણીયા ગઢવીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
- એક ઇજાગ્રસ્ત રામજીભાઈ હિપાભાઈને સારવાર માટે તળાજા હોસ્પિટલે ખસેડ્યા હતા.
- ઇજાગ્રસ્ત રામજીભાઈએ જણાવ્યું હતું કે પોતે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નથુઆતા ભમ્મરના ભાગીયા તરીકે કામ કરે છે. મૃતક બંન્ને ખેતમજૂરી કરે છે.
- વાડીએ પાર્ટી ગોઠવી હોય ખેત મજૂરો માટે હોટલ પર જમવાનું લેવા આવ્યા હતા અને રસ્તામાં બંધ પડેલા ટ્રક બંન્ને ખેતમજૂર યુવાનો માટે કાળમુખો બન્યો હતો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News