તળાજા : ટ્રકમાં બાઈક ઘૂસતા 2 મિત્રોના મોત અને એકને ઈજા.

પોસ્ટ કેવી લાગી?
  • તળાજા મહુવા હાઇવે પર પસ્વી ગામ નજીક હાઇવે પર પડેલા બંધ ટ્રક પાછળ ટ્રિપલ સવારી બાઈક ચાલકો ઘુસી ગયા હતા.
  • ઘટનાસ્થળ પર જ બે યુવાન મિત્રોના મોત નીપજ્યા હતા.
  • એકને ગંભીર હાલતમાં 108 મારફત તળાજા ખસેડવામાં આવ્યો હતો.
  • વાડીએ પાર્ટી હોય હોટલ પર જમવાનું લેવા આવતા હતા અને આ સફર બે યુવકો માટે અંતિમ બની.
  • મૃતક બંન્ને યુવાનો તળાજા તાલુકાના ભૂંગર ગામના રહેવાસી હતા.
  • મળતી માહિતી અનુસાર તળાજા-મહુવા હાઇવે પર ટ્રક નં. જીજે 04 એક્સ 5914 બંધ પડ્યો હતો. આ ટ્રક પાછળ બાઈક નં.જીજે 04 એબી 9194 ઉપર સવાર થઈ આવતા ત્રણ મિત્રો બાઈક ચાલકને ખબર ન રહેતા બાઈક સાથે ટ્રકમાં ધડાકાભેર અથડાયા હતા.
  • ઘટનાસ્થળ પર જ હકાભાઈ ભગવાનભાઈ ગઢવી અને હેમુભાઈ બાલાભાઈ લુણીયા ગઢવીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
  • એક ઇજાગ્રસ્ત રામજીભાઈ હિપાભાઈને સારવાર માટે તળાજા હોસ્પિટલે ખસેડ્યા હતા.
  • ઇજાગ્રસ્ત રામજીભાઈએ જણાવ્યું હતું કે પોતે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નથુઆતા ભમ્મરના ભાગીયા તરીકે કામ કરે છે. મૃતક બંન્ને ખેતમજૂરી કરે છે.
  • વાડીએ પાર્ટી ગોઠવી હોય ખેત મજૂરો માટે હોટલ પર જમવાનું લેવા આવ્યા હતા અને રસ્તામાં બંધ પડેલા ટ્રક બંન્ને ખેતમજૂર યુવાનો માટે કાળમુખો બન્યો હતો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures