Haryana
સરકારના નવા કૃષિ કાયદાને લઇ હજી પણ ખેડૂતો સરકાર સામે આંદોલન ચલાવી રહ્યા છે. કૃષિ કાયદાનો સૌથી વધારે વિરોધ પંજાબ અને હરિયાણામાં જ થઈ રહ્યો છે. જેને લઇ હરિયાણામાં (Haryana) ખેડૂતોએ 60 થી વધારે ગામડાઓમાં ભાજપ અને તેની સહયોગી પાર્ટી જનનાયક જનતા પાર્ટીના નેતાઓના પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
આ મુદ્દે હરિયાણામાં ખાપ પંચાયતો અને બીજા ગામના લોકો પણ ખેડૂતોના સમર્થનમાં છે. ગામના લોકોએ પણ નવા કાયદાના વિરોધમાં ભાજપ અને જેજેપીના નેતાઓ તેમજ ધારાસભ્યોના બહિષ્કારનુ એલાન આપ્યુ છે.
આ પણ જુઓ : અમદાવાદમાં સગીરે મોજશોખ પુરા કરવા 7 વર્ષના બાળકનું અપહરણ કર્યું
ભાજપ અને જેજેપી નેતા હરિયાણામાં છેલ્લા કેટલાક સપ્તાહથી વિરોધ પ્રદર્શનોનો સામનો કરી રહ્યા છે. ખેડૂત આંદોલનના મુદ્દે હરિયાણાના ડેપ્યુટી સીએમ અને જેજેપીના નેતા દુષ્યંત ચોટાલા આજે પીએમ મોદીને પણ મળ્યા છે અને તેમને સ્થિતિની જાણકારી આપી છે.