saurabh patel

ગુજરાતના ઉપવાસ પર હવે રાજ્ય સરકાર તરફથી તેનો સ્ટેન્ડ ક્લિયર કરવામાં આવી રહ્યો છે. જેના માટે કેબિનેટ મંત્રી સૌરભ પટેલે સરકાર તરફથી હાર્દિક પટેલના ઉપવાસ પર કોંગ્રેસ પર હુમલો બોલ્યો હતો. ઉર્જામંત્રી સૌરભ પટેલે હાર્દિકના ઉપવાસને રાજકીય ગણાવ્યા અને તેના અંગે પ્રથમ વખત પ્રતિક્રિયા આપી છે. સૌરભ પટેલે કહ્યું કે, હાર્દિક પટેલ ઘણાં સમયથી ઉપવાસ પર બેઠા છે જેના કારણે સરકાર પણ ચિતિંત છે અને આશા છે તે આ મામલે ડોક્ટરની સલાહ લે, જો કે ડોક્ટરની સલાહ લેતો નથી તે યોગ્ય નથી.

ઉર્જા મંત્રીએ કહ્યું કે, આ સમગ્ર ઉપવાસ અને આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે, જેના માટે કોંગ્રેસના મિત્રો પાછળથી સલાહ આપે છે. તેમજ હાર્દિકને મળવા જે પણ પહોંચ્યા છે તે તમામ મોટા ભાગના ગુજરાત વિરોધી મળવા જાય છે. જ્યારે આ આંદોલન કોંગ્રેસ પ્રેરિત અને રાજકીય લાભ લેવા માટે કરવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસ પર પ્રહાર કરતાં સૌરભ પટેલે કહ્યું કે, જેઓ હાર્દિકને ટેકો આપે છે તેમના દ્વારા અનામતનો કોઇ પણ ઉલ્લેખ કરવામાં આવતો નથી. કોંગ્રેસ તરફથી અનમાત મુદ્દે કોઇ પણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. રાજ્યના પાટીદાર સમજે છે, અને જાણે છે કે આંદોલન પાછળ કોણ છે અને કોના દ્વારા નેતૃત્વ કરવામાં આવી રહ્યું છે. આ મામલે હવે પાટીદાર સમાજે જાગૃત રહે તેવી આશા રાખીએ છે.

સરકારની ખેડૂતો અંગેની વિવિધ માંગણી પર ભાજપ નેતાએ કહ્યું કે, સરકાર સંપૂર્ણપણે ખેડૂતોને મદદ કરવા તૈયાર છે. રાજ્ય સરકાર હંમેશાથી ખેડૂતોની સાથે રહી છે. છેલ્લા ઘણાં સમયથી સરકાર ખેડૂતોની આવક વધે તેવા પગલાં જ લે છે. જેના માટે સરકારના દ્રાર બધા માટે ખુલ્લાં જ છે.

રાજય સરકાર તરફથી અપીલ કરતાં કેબિનેટ મંત્રીએ જનતાને અપીલ કરી કે આ રાજકીય આંદોલનને રાજકીય રીતે જ સમાપ્ત કરવું પડે તે જરૂરી છે. જનતાએ તેના માટે યોગ્ય નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. કોંગ્રેસ ગુજરાતમાં અશાંતિ ફેલાવવા માગે છે, જેને સમજીને હવે આ મુદ્દે શાંતિથી વાતચીતનો રસ્તો અપનાવવો જોઇએ.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024