Sunny Deol
કેન્દ્ર સરકારે ભાજપ સાંસદ અભિનેતા સની દેઓલ (Sunny Deol) ને Y કેટેગરીની સુરક્ષા પ્રદાન કરી હતી. હવે 11 જવાનો અને બે પીએસઓ એમની સાથે રહેશે.
આંદોલન કરી રહેલા ખેડૂતોએ ભાજપના સાંસદો અને ધારાસભ્યોને ઘેરાવ કરવાની ધમકી આપી છે. સની દેઓલ પંજાબના ગુરદાસપુર સંસદીય વિસ્તારના સાંસદ છે. એટલે સનીને સુરક્ષા અપાઇ હતી. પંજાબ, હરિયાણા અને ઉત્તર ભારતનાં કેટલાંક રાજ્યોમાં હાલ ભાજપ વિરોધી વાતાવરણ હોવાનું મનાય છે એટલે સનીને આ સુરક્ષા આપવામાં આવી હતી.
આ પણ જુઓ : અમદાવાદમાં આઇસર, ટ્રક અને બસ વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો
ઉપરાંત ગુરદાસપુર ભારત અને પાકિસ્તાનની સરહદ પરનો વિસ્તાર છે એટલે સની પર હુમલાનું જોખમ રહે છે. સની અવારનવાર પોતાના મતવિસ્તારની મુલાકાત લેતા રહે છે. એવી દલીલ કરવામાં આવી હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.