• આજે આપડે વાત કરીએ ગુજરાતની એ બેઠકોની જે ભાજપ આરામથી ઓછી મહેનતથી જીતી જશે, ગત લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકોમાંથી ભાજપ 26 બેઠક એક દમ આરામથી લઈ ગયું હતું,જેની પાછળ ભાજપ દ્વારા ઉપજાવેલ મોદી લહેર અથવા મોદી વેવ હતી તેમ કહી શકાય.

જાણીયે કયી બેઠકો ઉપર આરામથી ભાજપ જીતી શકે છે

 • ખેડા – ખેડા બેઠક આમ તો દિનશા પટેલનો ગઢ રહી પરંતુ 2014 માં આ બેઠક યુવાન ધારાસભ્ય દેવુસિંહ એ કબજે કરી અને ખેડાના સાંસદ બન્યા એમની લોકપ્રિયતા અને કોંગ્રેસની આંતરીક વિખવાદો ના લીધે આ બેઠક ભાજપ સહેલાઈથી જીતી જશે.
 • વડોદરા – ગત લોકસભાની ચૂંટણી માં અહીંથી તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ફોર્મ ભરી અને જંગી બહુમતી હાસિલ કરી હતી, ત્યારબાદ આ બેઠક છોડી અને તેઓ વારાણસીમાં થી સાંસદ રહ્યા ત્યારબાદ પાર્ટીએ રંજન બેન ભટ્ટ ને ટિકિટ આપી અને તેઓ 2 લાખ ઉપરાંત લીડ થિ જીત્યા ત્યારે આ વખતે લીડ ભલે ઓછી થાય પણ આ બેઠક ઉપર જીત તો ભાજપની થવાની છે તેમ જણાઈ રહ્યું છે.
 • ગાંધીનગર – ગાંધીનગર બેઠક વર્ષોથી ભાજપનો ગઢ માનવામાં આવે છે. અહીં લાલકૃષ્ણ અડવાણી કેટલીય ટર્મ થી સાંસદ હતા તે ઉપરાંત આ વખતે ભાજપએ તેના નંબર 2 ના નેતા કહી શકાય તેવા અમિત શાહને અહીં થી મેદાન માં ઉતાર્યા છે ત્યારે આ બેઠક ઉપર આરામથી ભાજપ જીતી જશે અને એ પણ સારી એવી કહી શકાય એ લીડથી.
 • નવસારી – ભાજપ નો ગઢ કહો કે સી આર પાટીલનો ગઢ પણ આ બેઠક ઉપર ભાજપ ગત વખતે જે 3 લાખ ઉપર ના માર્જીન થી જીતી હતી તે લીડ કાયમ રાખે તે પરિસ્થિતિ હાલ દેખાય છે. આ બેઠક ઉપર પણ ભાજપની જીત પાક્કી માનવા માં આવે છે.
 • ભરૂચ – અહીં કોંગ્રેસ અને બીટીપી ની લડાઇ માં ભાજપ ને સ્પષ્ટપણે ફાયદો છે.
 • સુરત – સુરત આમ તો ભાજપનો ગઢ ગણાઈ જ છે, જોકે ગત વિધાનસભા માં અહીં ભાજપ નો ભરપૂર વિરોધ હતો પરંતુ ભાજપ અહીંની તમામ વિધાનસભા જીતી તેમ કહેવાય, તો આ વખતે દર્શનાબેન જરદોષ આરામથી જીતસે તેમ કહેવાય છે.
 • કચ્છ – ભાજપ નો અહીં વિરોધ પણ હતો જે છતાં ભાજપ ના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા આ સીટ ઉપર જીત તરફ આગળ રહે તે શકયતા તમામ બાજુ જોવાઇ રહી છે.
 • ભાવનગર – ભાવનગર પણ ભાજપનો ગઢ કહી શકાય કેમ કે અહીં થી ભાજપના પ્રદેશ પ્રમુખ પણ આવે છે. જોકે આ વખતે અહીં કોંગ્રેસ ના ઉમેદવાર મનહર પટેલએ સારી એવી ટક્કર આપી છે પરંતુ તોય ભાજપ આગળ રહે તેમ જણાય રહ્યું છે.

અહીં રાજપૂત વોટ અંકે કરવા ભાજપ એ ભારતીય ક્રિકેટ ટીમ ના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા ના પત્ની રિવાબા જાડેજાને પણ ભાજપમાં જોડ્યા અને રવીન્દ્ર જાડેજાએ ટ્વિટર ઉપર ટ્વિટ પણ કરી જેનો ફાયદો ભાજપ ને થઈ શકે છે.

 • રાજકોટ – રંગીલુ રાજકોટ ની વાત આવે તો ભાજપને યાદ કરવું જ પડે કેમ કે અહીં થી હાલ ગુજરાતના મુખ્યમંત્રી આવે છે. ઉપરાંત અહીંથી ભાજપના મોટા નેતાઓ ચૂંટણી લડ્યા છે. આ સીટ ઉપર  ભાજપ કોંગ્રેસ કરતા આગળ ચાલી રહી છે તેમ સ્પષ્ટપણે દેખાઈ છે.
 • જામનગર – અહીં સૌથી પેહલા હાર્દિક પટેલને લડવાની વાત હતી, જોકે હાઇકોર્ટે મનાઈ ફરમાવ્યા બાદ હાર્દિકની આશા નિરાશા માં ફડી અને કોંગ્રેસએ ટિકિટ આપી મુળૂભાઈને તો સામે ભાજપ એ પોતાના સાંસદને જે પૂનમ બેન માડમ.
 • અમદાવાદ પૂર્વ – અહીં કોંગ્રેસએ પાટીદાર અનામત આંદોલન ના નેતા ગીતાબેનને ટિકિટ આપી તો ભાજપે સામે પોતાના અમરાઈ વાળી ના ધારાસભ્ય હસમુખ પટેલને ટિકિટ આપી છે, આમ પણ અમદાવાદ પૂર્વ મોટાભાગે ભાજપ બાજુ રહ્યું છે ગત વખતે અહીંથી પરેશ રાવલ સાંસદ બન્યા હતા મોદી વેવમા.
 • અમદાવાદ પશ્ચિમ – આ સીટ પર કોંગ્રેસ એ 2 મહિના અગાવ કહી શકાય તેમ રાજુભાઇ પરમાર નું નામ જાહેર કર્યું હતું પરંતુ ચાલુ સાંસદ ડો કિરીટ સોલંકી સામે અહીં રાજુભાઇ હારે તે શકયતા છે આમપ્ણ આ સીટ ભાજપ નો ગઢ કેહવાય છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.